મંદિરમાં શિવલિંગ ફરતે વિંટળાઈ ગયા નાગદેવ, પૂજારીએ કહ્યું- આવું માત્ર શાસ્ત્રોમાં વાંચ્યું હતું પરંતુ હકીકત…

રાજસ્થાનના સીકરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં શનિવારે મનોરમ્ય નજારો જોવા મળ્યો હતો. અહીં એક મંદિરમાં સવારે નાગદેવતા શિવલિંગ પર ફેણ માંડીને બેસી ગયાં હતાં. સાંપને શિવલિંગ પર બેસેલાં જોઈને શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હતાં. આ અનોખું દૃશ્ય ખુદ પૂજારીએ તેમના મોબાઇલમાં કેદ કર્યું હતું. આ પછી પૂજારીએ દૂધથી શિવલિંગ પર બેસેલા નાગદેવતા પર અભિષેક કર્યું હતું. મંત્રો સાથે સાંપનું અભિષેક કર્યું હતું. છતાં તે શિવલિંગ બેઠા હતાં

પૂજારીએ કહ્યું, ‘માત્ર શાસ્ત્રોમાં વાંચ્યું હતું.’

પૂજારીએ મોનૂ પારાશરને જણાવ્યું કે, ” અત્યારે લોકો શિવભક્તિમાં લીન છે. શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે, શિવલિંગની ચારેય તરફ નાગ લપેટાયેલાં હોય છે. ”

મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે

નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ જૂનો છે. લગભગ 250 વર્ષ પહેલાં શિવ મંદિરની જગ્યાએ અનાજની દુકાન હતી. એવું કહેવામાં આવે છે કે, જે શેઠની દુકાન હતી. તેને ભગવાન શિવે નીલકંઠનું અષ્ઠધાતુવાળું શિવલિંગ બનાવવા માટે કહ્યું હતું. આ પછી તે નાનું શિવ મંદિર થોડાક દિવસોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

આ અંગેના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *