મિત્રો આજે અમે તમને રાજપરા ખોડિયાર માતાના મંદિરના પ્રાચિત ઇતિહાસ વિષે જણાવીશું કે કેમ અહીં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માં ખોડિયાર, આ વાત વર્ષો જૂની છે, જ્યાં એ સમયના ભાવનગરના રાજા ખોડિયાર માતાના ખુબજ મોટા ભક્ત હતા. તે ખોડિયાર માતાને ભાવનગર લઇ જવા માટે આવ્યા હતા. માં ખોડિયારે પણ તેમની વિનંતી સંભારીને તેમની સાથે ભાવનગર જવા માટે તૈયાર થઇ ગયા.
રાજાની સાથે જવા માટે ખોડિયાર માતાએ એક સર્ટ મૂકી કે હું તમારી સાથે આવીશ પણ જો તમે પાછર ફરીને જોશો તો હું તેજ જગ્યા પર ઉભી રહીશ અને ત્યાંથી આગળ નહિ એવું. રાજાનો કાફલો આગળ આગળ અને માતાજી પાછળ પાછળ વચ્ચે રાજપરા ગામ આવ્યું ત્યાં માતજીએ પોતાનો રથ થોડીવાર રોક્યો.
માતાજીના રથ રોકવાની સાથે સાથે જ રાજાથી પાછળ ફળીને જોવાઈ ગયું અને માતાજી ત્યાં જ સ્થાઈ થઇ ગયા. માં ખોડિયાર આજ પણ રાજપરા ગામે સાક્ષાત બિરાજમાન છે. રાજપરામાં માં ખોડિયાર ના દર્શન માત્રથી જ લોકોના દુઃખ દૂર થઇ જાય છે અને જીવન સુખમઇ બની જાય છે. રાજપરા મંદિર ખાતે એક માતાજીનું ત્રિશુલ આવેલું છે.
કહેવામાં આવે છે કે માં ખોડિયારનું આ ત્રિશુલ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે. રાજપરા ખાતે અહીં ઘણા ભક્તો સંતાન પ્રાપ્તિ માટે મંદિરમાં માતાની બધા રાખવા માટે માવે છે. માં ખોડિયારે આજ સુધી હજારો ભક્તોને સંતાન આપ્યા છે અને ઘણા દુખીયાના દુઃખ દૂર કર્યા છે.