મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આવેલા રામદેવજી રણુજામાં જે લાખો લોકોનું મહેરામણ ઉમટી પડે છે તેમ ગરવી ગુજરાતના રણુજા તરીકે શિવશક્તિ રામદેવ અલખધામ મંદિરે લાખો ભકતોના હદયમાં સ્થાન પામી ચૂકયું છે.
અલખના ધણી, પશ્ચિમી ધરાના પાદશાહ તરીકે પ્રસિદ્ધ રામાપીર પશ્ચિમ ભારતના રાજસ્થાન, ગુજરાત, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે પ્રદેશોમાં અલખના આરાધક અને નિજારધર્મ મહાન ધર્મોના મહાન પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ છે.મિત્રો આજે આ લેખમાં અમે તમને રામદેવજી મહારાજના મંદિર એવા રામદેવરા વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં દર્શન માત્રથી દરેક લોકોની માનતાઓ પૂર્ણ થાય છે.
રાજસ્થાનના રામદેરીયા ખાતે બાબા રામદેવપીરના જન્મ સ્થાનક પર 10 વર્ષની મહેનત બાદ 20 કરોડના ખર્ચે બાબા રામદેવપીરનું મંદિર નવનિર્માણ પામ્યું છે. ત્યારે આજે માગશર સુદ-૨ (બીજ) થી નવ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો તે સમયે રાજસ્થાનના બાડમેર જીલ્લાના શિવ તાલુકામાં આવેલ રામદેરીયા (ઊંડું કાશ્મીર) બાબા રામદેવપીરનું જન્મ સ્થાનક તરીકે ઓળખાય છે. બાબા રામદેવપીરના જન્મના 610 વર્ષ પછી જન્મ સ્થળ પર ભકતો અને દાતાઓના સાથ અને સહકારથી 10 વર્ષની મહેનત બાદ 20 કરોડ રૂપિયાના ખર્ચે 110 ફુટ ઉચું અને અધતન મંદિર નિર્માણ પામ્યું છે.
આ ઉપરાંત 50 સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા નિગરાની રખાશે. યજ્ઞ શાળા સહિત બે કી.મી. જેટલાં મુખ્ય રસ્તાને રોશનીથી સજાવવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે બાબા શ્રી રામદેવપીર અવતાર ધામ મંદિર વિકાસ સમિતિ રામદેરીયા (ઉંડુ કાશ્મીર) અને બાબા શ્રી રામદેવજી અવતાર ધામ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.રાજસ્થાનના રામદેરીયા ખાતે આકાર પામેલ બાબા રામદેવપીરનું મંદિર 7.5 તીવ્રતાના ભૂકંપમાં પણ ટકી શકે તે માટે અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બાડમેર જીલ્લામાં 110 ફુટ ઉંચાઇ અને 35 ફુટ ઊંડાઈ ધરાવતું પ્રથમ મંદિર બન્યું છે.ગુજરાત સહિતના દાતાઓએ સહયોગ આપ્ય, બાબા રામદેવપીર ના જન્મ સ્થળ ઉપર નવનિર્માણ પામેલ મંદિર નું કામ સતત 10 વર્ષની મહેનત બાદ અને રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જેમાં રાજસ્થાન સહિત ગુજરાત, હરિયાણા અને પંજાબના દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સહયોગ આપ્યો છે તેમ બાબા રામદેવપીર અવતાર ધામ મંદિર વિકાસ સમિતિ રામદેરીયા (ઉંડુ કાશ્મીર) આજીવન સભ્ય જીતેન્દ્ર ટાંકે જણાવ્યું હતું.
ઇ.સ.ની ૧૪-૧૫ સદી દરમિયાન વહેતાં થયેલ મઘ્યયુગીન ભકિતઆંદોલન વખતે સંત કબીર, ગુરુનાનક, સંત રૈદાસ તેમજ દાદુભગત વગેરેએ સંતની આરાધના દ્વારા હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેના જાતિગત ભેદભાવો ઉલ્મુલન કરીને સમાજ સુધારણા ક્ષેત્રે અતિ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
લગભગ એ જ અરસામાં ભગવાન રામદેવજી મહારાજે પણ પિશ્ચમ ભારતમાં સમગ્રપણે હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવા તેમજ સ્પર્શા-સ્પર્શના ભેદભાવ દૂર કરી સમાજમાં સમરસતા સ્થાપવામહત્ત્વની કામગીરી બજાવી હતી અને આને જ પોતે નિજ કેનિજિયા ધર્મ કહેતા હતા. ભગવાન રામદેવજી ગરીબોના તેમજ તેમના ભકતોના બેલી હતા.
બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.ઇતિહાસમાં તેના પુરાવાઓ છે
કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહપીરનુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.
બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.
બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે. એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતિક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત ૧૪૦૯માં ભાદ્રપદ શુક્લ બીજનાં દિવસે તોમર વંશીય રાજપૂત તથા રુણીચા નાં શાસક અજમલજીના ઘરમાં થયો હતો.
એમની માતાનું નામ મીનલદે હતું. એમણે આખું જીવન શીષિત , ગરીબ અને પિછડેલાં લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છુત અછૂતનો વિરોધ કર્યો હતો. ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામનાં પીર (રામાપીર) પણ કહેતાં હતાં. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. એમણે હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ જ નહીં મુસ્લિમ સમુદાયનાં લોકો પણ પીરોનાં પીર બાબા રામદેવ પીરનાં સજદેમાં માથું ઝુકાવે છે.
મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા રામ સા પીર કહીને બોલાવે છે.રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રામદેવરા (રુણીચા)માં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવાં ભારત આવે છે. બહુજ બધાં શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે.
રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહી એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધા પૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુ બાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપુર અને દર્શનીય છે.એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ.અવતારી પુરુષ એવં જન-જનની આસ્થાનાં પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધીનું સ્થળ, પોતાની કર્મસ્થળી રામદેવરા (રૂણીચા)ને જ પસંદ કર્યું.
બાબા એ અહીંયા ભાદરવા સુદી અગિયારસે વિક્રમ સંવત ૧૪૪૨માં જીવિત સમાધિ લીધી સમાધિ લેતાં સમયે બાબાએ ભક્તોનાં મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતાં જીવનનાં ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી,
એ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમનાં પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મુંહ બોલી બહેન ડાલીબાઈની સમાધિ , ડાલીબાઈનું કંગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે.
ડાલીબાઈનું કંગન,રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતિક છે. ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસેજ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધાં લોકોનાં બધાં જ રોગકષ્ટ દૂર થઇ જાય છે. મંદિરે આવવાંવાળાં બધાં જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે.આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધાં લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે.
રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે.
ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે.પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે.
માન્યતા અનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે.
માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ રાણી સા નો કુવોનાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ રુણીચા કુવામાં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે.
મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે.ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું.બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું.
આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું.પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને પીરોના પીર રામસાપીરની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી.
આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છેરામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી
આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું.શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે.
બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો.આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે.
રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સૂદ બીજ થી ભાદરવા સૂદ એકાદશી સુધી એક અતિવિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરુ થાય છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ મેળામાં શામિલ થવાં અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત,
મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે.કોઈ પગપાળા તો કોઈ યાતાયાતનાં વાહનોનાં માધ્યમથી રામદેવરા પહોંચે છે. રુણિચા પહોંચતાં જ ત્યાની છટા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં રુણિચા નવી નગરી બની જાય છે.
મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે.મેળામાં ઘણાં કિલોમીટર લાંબી કતારોમાં ચાલતાં ચાલતાં ભક્તજન બાબાનો જયજયકાર કરતાં દર્શન હેતુ આગળ વધે છે. આ મેળાના અવસર પર પંચાયત સમિતિ એવં રાજ્ય સરકાર પૂર્ણ વ્યવસ્થા કરવામાં જુટેલી રહેતી હોય છે.આ મેળા સિવાય અતિરિક્ત માઘ મહિનામાં પણ મેલો ભરાય છે એને માઘ મેલો કહેવામાં આવે છે. જે લોકો ભાદરવા મેળાની ભયંકર ભીડથી થાકી-કંટાળી જતાં હોય છે.
એ લોકો માઘ મેળામાં અવશ્ય શામિલ થાય છે તથા મંદિરમાં શ્રદ્ધાભિભૂત થઈને ધોક લગાવે છે.મેળાનું દ્રશ્ય લોભામણું, મનભાવન, મનમોહક એવં સદભાવ અને ભાઈચારાનાં પ્રતિક જેવો જ અનુભવ બધાંને જ થાય છે. બધાં યાત્રીઓનાં મુખમાંથી એક જ સંબોધન જય બાબેરી નીકળતું પ્રતીત થાય છે.ઘોડલિયો અર્થાત ઘોડા બાબાની સવારી માટે પૂજાય છે.