આપણા દેશમાં કેટલાય દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, આ બધા જ મંદિરો પાછળ કેટલાક જુદા જુદા રહસ્યો પણ રહેલા છે. જેમાં બધા જ મંદિર પાછળ તેનો વર્ષો જૂનો ઇતિહાસ હોય છે. ગુજરાતમાં ઘણા એવા માં રાંદલના મંદિરો છે. આજે આપણે એક એવા જ દડવામાં બિરાજમાન રવિ રાંદલ માં ના મંદિર વિષે જાણીએ.
રાંદલ માતાનું મંદિર રાજકોટથી 80 કિલોમીટર દૂર આવેલું છે, માં રવિ રાંદલને સૂર્યદેવતાની પત્ની માનવામાં આવે છે. તેથી જ તેમના નામની આગળ રવિ લગાડવામાં આવે છે. રાંદલ માતાના મંદિર પાછળ એક કથા પણ જોડાયેલી છે. ત્યાંના માલધારીઓએ એક સમયે માતાજીને ખાવાની અને પાણીની સમસ્યા પડી હતી તે દૂર કરીને માતાજીએ આ બધા જ માલધારીઓને આર્શીવાદ આપ્યા હતા.
માતાજીએ તેની સાથે સાથે ગામના લોકોને પણ આર્શીવાદ આપ્યા હતા. ત્યારથી જ અત્યાર સુધી માતાજીએ આજ સુધી ઘણા એવા પરચાઓ પણ પૂર્યા છે. તેથી આ મંદિરમાં માં રવિ રાંદલના દર્શન કરવાથી જ ભક્તોના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર પણ થઇ જાય છે અને ભક્તોની બધી જ ઈચ્છાઓ અને મનોકામનાઓ માતાજી પુરી કરે છે.
તેથી હાલમાં પણ દડવામાં માં રાંદલ સાક્ષાત બિરાજમાન છે. તેથી માં રાંદલના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના આર્શીવાદ લેવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો પણ અનુભવ કરતા હોય છે. દરેક ભક્તોના દુઃખો દૂર કરીને રાંદલ માતા તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા હોય છે.