જો તમે ચામુંડા માતાના દર્શન કરવા માટે ચોટીલા ડુંગરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આજે આપણે ચામુંડા માતાના આ ધાર્મિક સ્થળ વિષે થોડું વિગતવાર જાણીએ. ચોટિલા મંદિર એક હિન્દુ ધર્મનું મંદિર છે જે માતા ચામુંડાનું ખૂબ જૂનું મંદિર છે.
આ મંદિર સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે જેની પર મા ચામુંડા સ્વયં બીરાજમાન છે. રોજના લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને આશરે 650 જેવા પગથિયા ચડીને માતાના દર્શન કરવા જાય છે.
માતાના દર્શન કરવા અને માતાના આશીર્વાદ મેળવવા માટે દેશ-વિદેશથી લખો ભક્તો આ મંદિરમાં આવે છે. માતા શક્તિ તરીકે ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ છે જેને રણચંડી, ચર્ચિકા અને ચંડી ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આખા દેશમાં માતાનું મંદિર એટલે કે માતાનું સ્થાનક મોટા ભાગે ડુંગર કે પર્વતની ઉપર જ હોય છે. આ કારણોસર લોકોમાં એવી માન્યતા પણ છે કે માતાના દર્શન કષ્ટ ઉઠાવીને જ થાય છે.
ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ બતાવ્યા છે કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા હાજરો હાજુર છે. આજે ઘણા સ્થળોએ રોપ-વેની સુવિધા બનાવવામાં આવી છે જેથી ડુંગર ચડવો સરળ બને. પરંતુ ચોટીલામાં કોઈ પણ જગ્યાએ રોપ-વેની સુવિધા નથી તેથી માતાના દર્શન કરવા માટે તમારે સીડી ઉપર ચડવું પડશે. ચોટીલામાં લગભગ 635 પગથિયા છે પરંતુ બીજા બધા મંદિરની સીડીઓ કરતા અહીં ઓછી સીડીઓ છે.
પરંતુ એકવાર તમે પર્વત પર પહોંચ્યા પછી તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરશો સાથે સાથે તમે પર્વતની આજુબાજુના સુંદર દૃશ્યનો આનંદ પણ માણી શકો છો. પ્રાચીન કાળમાં આ સ્થળને ‘છોટગઢ’ તરીકે પણ ઓળખાતું હતું.
કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અનર ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની પ્રાર્થના અનર યજ્ઞ કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે.
જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે આજે માં ચામુંડા હાજરા હાજુર બેઠી છે. એવું કહેવાય છે કે જો કોઇએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીના માત્ર સ્મરણથી જ તમારી રક્ષા કરવા આવી પહોંચે છે.
ચામુંડા માતાનું વાહન સિંહ છે અને આજે પણ એવી માન્યતા છે કે રાત્રિના સમયે અહીં સિંહ આવે છે જેના કારણે લોકોને સાંજની આરતી બાદ મંદિરની નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પુજારી પણ સાંજની આરતી બાદ નીચે ઉતરી જાય છે રાત્રે માતાની મૂર્તિ ઉપરાંત આ ડુંગર ઉપર કોઈ માનવ રહેતું નથી.
ચોટીલા મંદિરની મૂર્તિ સ્વયંભુ છે મા એકવાર તેના એક ભક્તના સ્વપ્નમાં આવ્યા હતા તેમણે તે ભક્તને એક નિશ્ચિત સ્થળ ખોદીને તેની પ્રતિમાનું અનાવરણ કરવાનો આદેશ આપ્યો હતો. તેણે પણ એવું જ કર્યું અને ચામુંડામાની મૂર્તિ મળી આવી હતી આજ જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે મંદિર પણ એ જ જગ્યાએ છે છતાં યાત્રાળુઓની સુવિધા માટે ત્યાં વિસ્તૃત હોલ અને કાર્પેટ અને પગથિયાં સાથે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
ચોટીલાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી નથી દર્શન એકદમ નિ:શુલ્ક છે મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. આ સાથે વાહન પાર્કિંગની સારી વ્યવસ્થા પણ છે જે એકદમ નિ:શુલ્ક છે. મંદિરમાં યાત્રાળુઓ માટે ફ્રીમાં જમવાની વ્યવસ્થા પણ છે જે બપોરે 11 વાગ્યાથી થી 2 વાગ્યા સુધી ચાલે છે. જો તમરે મંદિરમાં ન જમવું હોય તો પ્રાઇવેટ રેસ્ટોરેન્ટની સુવિધા પણ છે ત્યાં તમને બધી જ પ્રકારનું જમવાનું મળી રહે છે.