સાળંગપુર હનુમાનદાદા ના મંદિર એ બનતા ભોજનાલય માં દાતા નું અદભુત દાન વાંચો સમગ્ર માહિતી..

તમે ઘણા લોકો ને મંદિરો માં કોઈ ને કોઈ રીતે સેવા આપતા જોયા હશે કોઈ લોકો પૈસા થી તો કોઈ લોકો અન્ય રીતે મંદિરો માં સેવા આપતા હોય છે. સારંગપુર હનુમાનજી મંદિર માં લોકો અવાર નવાર દાન કે સેવા આપતા હોય છે ત્યારે હમણાં એક યુવકે સારંગપુર હનુમાનજીમંદિર માં એક અનોખી સેવા આંપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ યુવકે મંદિર ના ભોજનાલય ના બાંધકામ હેતુ થી 12 લાખ ઈટો નું દાન કર્યું, હા તમે એક દમ બરાબર સાંભળ્યું 12 લાખ ઈંટો. અને ઈંટો પણ સાદી નહિ, આ દરેક ઈંટો માં તેને શ્રી રામ પણ લખાવેલું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પરિસરની બાજુમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે ભોજનાલય બની રહ્યું છે. 7 વિધામાં બની રહેલાં આ ભોજનાલયનું 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. જેમાં 12 લાખથી વધુ ઈંટોનો પણ ઉપયોગ થશે. શ્રીરામ લખેલી તમામ ઈંટો ગાંધીનગરમાં રહેતાં ભરતભાઈ પ્રજાપતિ દાદાની સેવારૂપે આપશે.

મહત્ત્વનું છે કે, ભરતભાઈએ સેવાનું કહ્યા બાદ મંદિરના સંતોએ આર્કિટેક્ટ પાસે એસ્ટિમેટ કઢાવ્યું હતું. જેમાં લાખો ઇંટ વપરાશે તેવું આર્કિટેક્ટે જણાવ્યું ત્યારે સાળંગપુર મંદિરના સંતોનું મન ભરતભાઈને કહેતાં ખચકાયું હતું, પણ ભરતભાઈએ હર્ષભેર તમામ ઈંટોની સેવા તે ખુદ આપશે તેવો નિર્ધાર કર્યો હતો. અત્યારે ભરતભાઈના ભઠ્ઠા પર 50થી વધુ કારીગરો ઇંટો બનાવી રહ્યા છે. આગામી બે મહિનામાં તમામ ઇંટો તૈયાર થઈ જશે.

શું છે આ ભોજનાલય ની વિશેષતા ?

આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે.

આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે, એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે.

કઈ કઈ સુવિધાઓ મળશે લોકો ને…?

એકસાથે ચાર હજાર લોકો પ્રસાદ લઈ શકશે ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP,

VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.

કેવી રીતે બનશે રસોઈ ?

રસોઈ બનાવવા માટે મંદિરમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ થશે અત્યારે જૂના ભોજનાલયમાં વર્ષ 2017થી ઓઇલ બેસ્ડ ટેક્નોલોજીથી રસોઈ તૈયાર થઈ રહી છે, એટલે કે આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેક્ટ્રિસિટીનો ડાયરેક્ટ ઉપયોગ થતો નથી. ઓઇલ બેઝ્ડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઇલ ટેન્ક હોય છે,

જેની અંદર ભરેલું ઓઇલ ખાસ પ્રકિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછી એ ઓઇલ કિચનમાં આવે છે, જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે, જેમાં કોઈ અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *