કીર્તિદાન ગઢવીએ 100 કરોડના ‘લાડકી’ પ્રોજેક્ટની કરી શરુઆત, અમેરિકાની આ સંસ્થાના બનાવાયા એમ્બેસેડર, રાજકોટમાં થયું શાનદાર સ્વાગત

ગુજરાતના લોકસંગીતનું ઘરેણું અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અમેરિકાના અઢી માસના પ્રવાસ બાદ સોમવારે રાજકોટ પરત થયા હતા. આ પ્રસંગે તેમનું રાજકોટમાં શહેરના અગ્રણી લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં બે મહિનામાં 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિ દાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે તેમણે કીર્તિ દાને ‘લાડકી’ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમનાં આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે.

આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અને સાથે જ અમેરિકાના ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં.

અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાં જ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *