અમેરિકન યુવતીને ગમી ગયો ભારતનો 12 ધોરણ પાસ યુવક, બધું જ છોડીને આવી ગઈ અહીંયા

સોશિયલ મીડિયા દ્રારા લોકો વિશ્વમાં ગમે ત્યાં લોકો સાથે કનેક્ટ થઈ શકે છે. કેટલાક લોકોના ઘર સોશિયલ મીડિયાને લીધે તૂટ્યાં પણ છે, અને કેટલાક લોકોનાં ઘર સોશિયલ મીડિયાને લીધે વસ્યા પણ છે. આવો જ એક કિસ્સો વર્ષ 2016માં સામે આવ્યો હતો. જેમાં 12મું પાસ એક છોકરાને USની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી તે છોકરીએ ભારત આવીને લગ્ન કર્યાં હતાં.

દિલ્હી બોર્ડર પર હરિયાણાના કાદીપુર ગામમાં રહેતો કૌશિક ખેડૂતનો દીકરો છે. 12માં સુધી ભણેલાં કૌશિકે ફેસબુક પર USની શૈલી મૈરીન ટેપ્સને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જૂન 2015માં બંને ફ્રેન્ડ બન્યા પછી ચેટિંગ શરૂ થયું હતું. આ દરમિયાન દીપકને શૈલી સાથે પ્રેમ થઈ ગયો હતો.

જાન્યુઆરી 2016માં દીપકે શૈલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેને આશા નહોતી કે, શૈલી લગ્ન માટે હા પાડશે, પણ શૈલીએ લગ્ન માટે હા પાડી દીધી. 44 વર્ષની શૈલી મૈરીન ટેપ્સ USમાં ન્યૂયોર્ક પાસે લૈમનમાં રહેતી હતી. ત્યાં તેમના પિતા પેઇન્ટરનું કામ કરે છે.

શૈલીએ જણાવ્યું હતું કે, ” તેમના પરિવારને લગ્નથી કોઈ વાંધો નહોતો, એટલે તે દીપક સાથે લગ્ન કરવા માટે નોકરી છોડીને 24 મે, 2016માં ભારત આવી ગઈ હતી. બંનેએ હિન્દુ વિધિથી ક્નોટ પ્લેસના આર્ય સમાજમાં મંદિરમાં 4 જૂન 2016એ લગ્ન કર્યા હતા. જેને 13 જૂને રજિસ્ટર કરાયા હતાં. ”

 

17 જુલાઈ, 2016એ બંનેના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. દીપકના લગ્નમાં તેમના પરિવાર અને ગામના કેટલાક લોકો પણ સામેલ થયાં હતાં. જે ખૂબ જ ખુશ હતાં. શૈલીએ હિન્દી બોલતાં શીખી લીધું છે. આ સાથે જ ઇન્ડિયન ફૂડ બનાવવાનું શીખી રહી છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *