જામનગરના બિલ્ડરે મહેનતથી મેળવી સફળતા, 6.5 કરોડની રજવાડી કારને જોતા રહી જાય છે લોકો

વૈભવી અને સ્ટેટ્સ કારની વાત આવે એટલે રોલ્સ રોયસની તસવીર આંખો સામે આવી જાય. આ કારની સવારી કરવાનું મોટાભાગના લોકોનું ડ્રીમ હોય છે. ઘણા લોકો મહેનતથી આ સપનું સાકાર પણ કરે છે. આવી જ એક વ્યક્તિ એટલે મેરામણભાઈ પરમાર.

ખેડૂતપુત્ર અને જામનગરના વિખ્યાત બિલ્ડર તથા મેર સમાજના અગ્રણી મેરામણભાઈ પરમારે વર્ષ 2016માં રોલ્ય રોયય કાર ખરીદી હતી. જામનગર જ નહીં સૌરાષ્ટ્રની આ પહેલી રોલ્ય રોયઝ કાર હતી. 6.5 કરોડની આ વ્હાઈટ કલરની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર રસ્તાઓ પર નીકળે ત્યારે લોકો જોતા જ રહી જાય છે.

જામનગરના બિલ્ડર મેરામણભાઈ પરમારે વર્ષ 2016માં ડ્રીમકાર રોલ્ય રોયસ ખરીદી હતી. એટલું જ નહીં મેરામણભાઇની ઈચ્છા મુજબ રોલ્સ રોયસ કારની ડિલિવરી તેમના વતન કુતિયાણા તાલુકાના મહિયારી ગામમાં આપવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ છેક ઘરે કારની ડિલિવરી કરવા આવ્યા હતા.

રોલ્સ રોય કારનો નિયમ છે કે, જ્યારે પણ કંપની કારની ડીલવરી કરે ત્યારે દેશની સુવિખ્યાત સેલિબ્રિટી પાસેથી કારની ચાવી અપાવે છે. આમ તો મેરામણભાઈની ઈચ્છા સચિન તેંડુલકર પાસેથી કારની ચાવી લેવાની હતી. કેમ કે મેરામણભાઈ અને સચિન તેંડુલકરની કારકિર્દી એક સાથે શરૂ થઈ હતી. કંપનીએ તેમની વીડિયો કોન્ફરન્સથી સચિન સાથે વાત કરાવી હતી. આ કાર ખરીદવા બદલ સચિને મેરામણભાઈને અભિનંદન પણ આપ્યાં હતાં.

મેરામણભાઈએ એ વખતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ”આજે જે કંઈ પણ છું તે દ્વારકાધીશનાં લીધે જ છું. રોલ્સ રોયસ લીમીટેડ કંપનીઓ ધરાવતા લોકો લે છે. પરંતુ મેં મારી મેહનત અને મારા પરસેવાથી અને એક ખેડૂત તરીકે લીધી છે. મેં 10 મહિના પહેલા કાર લખાવેલી હતી. ત્યાર બાદ કંપનીના લોકો અહીં આવીને મારા વિશે બધું જાણીને ગયા હતા ત્યારબાદ મને રોલ્સ રોયસ આપી હતી.”

મેર સમાજના આગેવાન મેરામણભાઈ પરમારે 1989 થી રાજ લેન્ડ ડેવલપર્સ નામે વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પોતાની ખંત અને મહેનતથી સફળતા મેળવી હતી.

મેરામણભાઈને લક્ઝુરિયર્સ કારનો શોખ છે. તેમના કાર કલેક્શનમાં રોલ્સ રોયઝ ઉપરાંત ‘ઓડી ક્યુ સેવન’ અને ‘રેન્જરોવર’ સહિત કુલ સાત કાર સામેલ છે.

આજે જામનગર અને સૌરાષ્ટ્રના રસ્તાઓ પર આ રજવાડી કાર નીકળે એટલે લોકો જોતા રહી જાય છે.

રોલ્સ રોયસ કાર મેરામણભાઈ પરમારના ઘરની શોભા વધારે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *