આખો અંબાણી પરિવાર રિલાયન્સ ટાઉનશીપનાં બંગલામાં રહે છે ત્યાંની એક સુંદર ઝલક

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગર નજીક આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ જામનગર અને રિલાયન્સ રિફાઈનરીથી આજે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી.

વિશાળ વિસ્તારમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આધુનિક સુવિધાઓની સાથે કર્મચારીઓને રહેવા-જમવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે તો આવો અમે તમને જામનગર નજીક આવેલી રિલાયન્સ રિફાઈનરીની તસવીરો બતાવીએ જે આ પહેલા ભાગ્યે જ જોઈ હશે.

જામનગર-દ્વારકા હાઈવે પર આવેલા રિલાયન્સ ટાઉનશિપ આવેલી છે જેમાં ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન પણ છે, જ્યાં આ આકો પરિવાર રહેતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી રિયાલન્સ તરફથી આ અંગે કોઈ સમર્થન મળ્યું નથી. મહત્વની વાત એ છે કે, આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને રિલાયન્સ ટાઉનશીપમાં રહેવા આવતાં સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી થોડે દૂર મોટી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કર્મચારીઓ માટે રહેવા સહિતની અનેક હાઈટેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે તો સૌ કોઈ જાણે છે પણ ત્યાં કામ કરતા લોકો કેવી જગ્યામાં રહે છે તે જાણવામાં લગભગ તમામને રૂચી હોય છે.

મુકેશ અંબાણી સહિત આખો પરિવાર ટાઉનશીપમાં આવતાં રિલાયન્સ ટાઉનશીપની સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. રિલાયન્સ ટાઉનશીપની ઘણી તસવીરો સામે આવી જે જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતાં. ધીરુભાઈ અંબાણીના કોકિલાબેન સાથે લગ્ન થયા હતાં અને બે દીકરા મુકેશ અને અનિલ અંબાણી તથા બે દીકરીઓ નિતા કોઠારી અને દીપ્તી સલગાંવકર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો.

ધીરુભાઇએ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી તે તેમના પુત્ર મુકેશ અંબાણીના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. ધીરુભાઇ અંબાણીનું મૃત્યુ 6 જુલાઇ 2002ના રોજ હ્યદય રોગના હુમલાથી થયું. એ સમયે તેમની સંપત્તિ 62 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી. ધીરુભાઇ અંબાણી પોતાની પત્ની કોકિલાબેનને ખુબ જ પ્રેમ કરતાં હતા.

રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ગ્રીન્સ ટાઉનશિપમાં વિદ્યાવિહાર, ઓવલ પાર્ક, નર્સરી સ્કૂલ, ગેસ્ટ હાઉસ, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા, ટેમ્પલ સહિત અનેક વિભાગો આવેલા છે. આ તસવીરો જોઈને તમારું મન મોહી જશે એ નક્કી છે.

જામનગર-દ્વારકા હાઈવે પર આવેલ રિલાયન્સ ટાઉનશીપની અંદરનો નજારો જોવો

જામનગર-દ્વારકા હાઈવે પર આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં રોયલ સુવિધાઓ આવેલી છે.

જામનગર-દ્વારકા હાઈવે પર આવેલ રિલાયન્સ ટાઉનશીપની અંદરનો નજારો જોવો

જામનગર-દ્વારકા હાઈવે પર આવેલ રિલાયન્સ ટાઉનશીપની તસવીર

pinal patel

Leave a Reply

Your email address will not be published.