આ 36 વર્ષીય ફૂટબોલરે ઈન્સ્ટાગ્રામ પર પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે પોતાની એક તસવીર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. રોનાલ્ડોએ તસ્વીર સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “આ જાહેરાત કરતા ખુબ ખુશી થઈ રહી છે કે અમે જોડિયા બાળકોના માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. આપણું હૃદય પ્રેમથી ભરેલું છે.
અમે તમને મળવા માટે હવે રાહ જોઈ શકતા નથી.” આ ફોટામાં, રોનાલ્ડો અલ્ટ્રાસાઉન્ડની તસવીર બતાવતો જોવા મળે છે. રોનાલ્ડોએ શેર કરેલી પોસ્ટમાં એક અન્ય તસવીર પણ છે, જેમાં તે તેના 4 બાળકો સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળી શકે છે. રોનાલ્ડો અને જ્યોર્જીના રોડ્રિગ્ઝ છેલ્લા 5 વર્ષથી લિવ-ઈનમાં છે.
જ્યોર્જીનાનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો. તેઓને ઈલાના માર્ટિના નામની 3 વર્ષની પુત્રી પણ છે. હવે આ કપલ વધુ 2 બાળકોના માતા-પિતા બનશે. રોનાલ્ડોનો સૌથી મોટો પુત્ર 11 વર્ષનો છે. તેનું નામ ક્રિસ્ટિયાનો જુનિયર છે. રોનાલ્ડો જુનિયરનો જન્મ 2010માં સરોગસી દ્વારા થયો હતો. રોનાલ્ડોએ હજુ સુધી તેના મોટા પુત્રની માતા વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
રોનાલ્ડો વર્ષ 2017માં ટ્વિન્સનો પિતા પણ બન્યો હતો. તેમના નામ ઈવા અને માટો છે. જ્યોર્જિનાએ નવેમ્બર 2017માં દીકરી ઈલાના માર્ટિનાને જન્મ આપ્યો હતો. ઇલાના આ દુનિયામાં આવ્યાના એક મહિના પછી રોનાલ્ડોના જોડિયા ઇવા અને માટોનો જન્મ થયો હતો. રોનાલ્ડોએ 2017માં કબૂલ્યું હતું કે તેને 7 બાળકો જોઈએ છે, જ્યારે રોડ્રિગ્ઝે ગયા વર્ષે કહ્યું હતું કે માતૃત્વ માટેની મારી ઈચ્છા કોઈપણ કરતાં વધુ પ્રબળ છે. હું ઈચ્છું છું કે મારે વધુ બાળકો હોવા જોઈએ.
આ સાથે રોનાલ્ડોએ વધુ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાના ચાર બાળકો સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થયો હતો અને 12 કલાકમાં 23 કરોડથી વધુ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
રોનાલ્ડો અને રોડ્રિગ્ઝ 2016 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની પહેલી મુલાકાત મેડ્રિડમાં ગુચીના એક શોરૂમમાં થઈ હતી. જ્યાં જ્યોર્જીના સેલ્સમેન તરીકે કામ કરતી હતી. જ્યોર્જીના ફેમસ ફેશન બ્રાન્ડ ગુચીની મોડલ પણ રહી ચુકી છે. જ્યોર્જિનાને ડેટ કરતા પહેલા રોનાલ્ડો ભૂતકાળમાં ઘણી મોડલ્સ સાથે રિલેશનશિપમાં રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અત્યાર સુધી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા નથી. પરંતુ તેને અલગ-અલગ ગર્લફ્રેન્ડના 4 બાળકો છે. હાલમાં તે સુપરસ્ટાર જ્યોર્જીના રોડ્રિગ્ઝને ડેટ કરી રહ્યો છે. તેઓને એક 3 વર્ષની પુત્રી પણ છે. જેનું નામ માર્ટિના છે. રોનાલ્ડોના મોટા પુત્ર ક્રિસ્ટિયાનો જુનિયરનો જન્મ જૂન 2010માં સરોગેટ માતા દ્વારા થયો હતો. સાત વર્ષ પછી, જૂન 2017 માં, રોનાલ્ડો જોડિયા ઇવા અને માટોનો પિતા બન્યો.
જ્યોર્જીના વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ ગુચીની મોડલ રહી ચુકી છે. રોનાલ્ડો સાથે તેની પ્રથમ મુલાકાત 2016 માં સ્પેનમાં થઈ હતી, જ્યારે તે ગુચીના શોરૂમમાં થોડી ખરીદી કરવા ગયો હતો. અહીં જ બંનેની મુલાકાત થઈ અને ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થયા.
આ દરમિયાન રોનાલ્ડોનું પૂર્વ મિસ સ્પેન ડેઝિયર કોર્ડેરો સાથે અફેર હતું, પરંતુ બ્રેકઅપ બાદ જ્યોર્જીના અને રોનાલ્ડો વચ્ચે પ્રેમ શરૂ થયો અને બંને 5 વર્ષથી વધુ સમયથી સાથે છે. જ્યોર્જીના અને રોનાલ્ડો હાલમાં તેમના ટ્વિન્સની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ પછી પણ રોનાલ્ડોને વધુ બાળકો જોઈએ છે, કારણ કે 2017 માં રોનાલ્ડોએ ફ્રાન્સ ફૂટબોલ દરમિયાન કહ્યું હતું કે તેને સાત બાળકો જોઈએ છે.
તમને જણાવી દઈએ કે રોનાલ્ડોની ગર્લફ્રેન્ડની યાદી ઘણી લાંબી છે. તેમનું નામ કિમ કાર્દાશિયન, જોર્ડના જોર્ડન, મિરાલા ગ્રિસેલસ, પેરિસ હિલ્ટન, ડેવિલ એગુઇરે, માર્ચે રોમારીયો, નિક્કી ગાજિયન, એલિસ ગુડવિન અને જેમ્મા એટકિન્સન જેવા સ્ટાર્સ સાથે પણ જોડવામાં આવ્યું છે. હાલમાં તે જ્યોર્જીના સાથે 5-6 વર્ષથી રિલેશનશિપમાં છે.
જ્યોર્જીના રોનાલ્ડોના તમામ બાળકોની સંભાળ રાખે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે સામાન્ય મહિલાની જેમ તેના દિવસની શરૂઆત બાળકોને જગાડવાથી થાય છે. આ પછી તેમના કપડા બદલવા અને તેમની સાથે રમતા પહેલા નાસ્તો અને બપોરનું ભોજન, નિદ્રા, જિમ અને સ્પા સેશન અને સૂવાનો સમય પહેલાં ક્રિસ્ટિયાનો સાથે ટીવી જોવાનું અનુસરણ કરવામાં આવે છે.