ખાવાના પૈસા ના હતા આ સ્ત્રી પાસે પણ નીકળી 100 કરોડની સંપત્તિ… જાણો પૈસા ક્યાંથી આવ્યા..

મજૂરી કામ કરનારી સંજૂ દેવીનું નસીબ અચાનક બલદાઈ ગયું અને તે એકાએક 100 કરોડની સંપતિની માલકિન હોવાનું સામે આવ્યું હતું. સંજૂ દેવીના પરિવારમાં બે બાળકો છે. તેમના પતિનું મોત 12 વર્ષ પહેલાં થયું હતું. આ મજૂરી અને ખેતી કરવા માટે પરિવારનો ખર્ચો ઉઠાવી શકે છે. બે વર્ષ પહેલાં સંજૂ દેવીના ઘરે ઇનકમ ટેક્સના અધિકારી આવ્યા હતા અને તેમણે સંજુ દેવીને જણાવ્યું કે, 100 કરોડની સંપત્તિ માલિક છે.

આ રીતે બની 100 કરોડ રૂપિયાની માલિક

બે વર્ષ પહેલાં ઇનકમ ટેક્સના અધિકારી રાજસ્થાનના સીકર જિલ્લાના નીમના દીપાવાસ ગામમાં રહેતી સંજૂ દેવીના ઘરે પહોંચ્યા હતાં. અહીં પહોંચી તેમણે સંજૂ દેવીને જણાવ્યું કે, તેમના નામે જયપુર દિલ્હી હાઇવે પર 64 વીઘા જમીન છે. જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.

આ વાત સાંભળી સંજૂ દેવી અને તેમના બાળકો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. ઇનકમ ટેક્સ અધિકારીઓએ સંજૂ દેવીને પૂછ્યું કે, તેમણે આ જમીન ખરીદી હતી. જેના જવાબમાં સંજૂ દેવીએ કહ્યું કે, તેમને આના વિશે કોઈ માહિતી નથી.

એક પેપર પર અંગૂઠો લગાવ્યો હતો

સંજૂ દેવીએ ઇનકમ ટેક્સના અધિકારીઓને જણાવ્યું કે, તેમણે વર્ષ 2006માં જયપુરના આમેર જઈ અંગૂઠો લગાવ્યો હતો. પણ તેમને ખબર નહોતી કે, આ અંગૂઠો કઈ વસ્તુ માટે લગાવડાવ્યો હતો. સંજૂ દેવી મુજબ તેમના પતિના મોતને 12 વર્ષ થઈ ગયા છે,

અને તે નથી જાણતાં કે, કંઈ સંપત્તિ તેમની પાસે છે અને ક્યા છે. પતિનું મોત થયાં પછી દર મહિને તેમના ઘરમાં 5 હજાર રૂપિયા આવતાં હતાં. જેમાંથી આડધા રૂપિયા ફુઇબા રાખી લેતી હતી. પણ ઘણાં વર્ષો પછી તે રૂપિયા આવવાના બંધ થઈ ગયાં છે. સંજૂ દેવીએ અધિકારીઓને જણાવ્યું કે, તેમણે આજ સુધી ખબર પડી નથી કે, આ રૂપિયા કોણ મોકલતું હતું.

શું છે આખી ઘટના?

ઇનકમ ટેક્સ વિભાગને ફરિયાદ મળી હતી કે, દિલ્હી હાઇવે પર મોટી સંખ્યામાં દિલ્હી અને મુંબઈના ઉદ્યોગપતિ જમીન ખરીદી રહ્યા છે આ જમીન આદિવાસીઓના ખોટાં નામ પર ખરીદવામાં આવી રહી છે. આદિવાસીની જમીન આદિવાસી જ ખરીદી શકે છે. એટલે ઉદ્યોગપતિ જમીન ખરીદવા માટે કોઈ આદિવાસીની શોધ કરે છે. તેમના નામ પર જમીન ખરીદે છે અને પછી તેમને રૂપિયા આપે છે. આ તે પોતાના લેકોના નામ પર પાવર ઓફર એટર્ની પર સહી કરાવી લે છે.

આ ફરિયાદ મળ્યા પછી ઇનકમ ટેક્સ વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, જયપુર દિલ્હી હાઇવે પર 100 કરોડથી વધારે કિંમતની 64 વીઘા જમીન રાજસ્થાનના સીકર જિલ્લાના દીપાવાસ ગામમાં રહેતી સંજૂદેવી મીણાના નામ પર છે. આ પછી ઇનકમ ટેક્સ વિભાગની ટીમ સંજૂ દેવી મીણીને મળવા માટે ગામડે પહોંચી.

આ પછી ઇનકમ ટેક્સ વિભાગે જમીનને પોતાના કબજામાં લીધી અને જમીન પર બેનર લગાવી દીધું. આ બેનર પર લખ્યું છે કે, બેનામી સંપત્તિ નિષેધ અધિનિયમના અંતર્ગત આ જમીન બેનામી જાહેર કરવામાં આવે છે અને આ જમીનને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા કબજામાં લેવામાં આવી રહી છે. ઇનકમ ટેક્સ વિભાગ મુજબ 5 ગામની 64 વીઘા જમીનની માલિક સંજૂ દેવી છે, પણ આ જમીન તેમને ખરીદી નખી. જેથી જમીનને ઇનકમ ટેક્સ વિભાગે કબજામાં લીધી છે.

સંજૂ દેવી મુજબ તેમના પતિ અને સસરા મુંબઈમાં કામ કરતાં હતાં. બની શકે છે કે, આ દરમિયાન કોઈ ઉદ્યોગપતિના કહેવાથી તેમણે સંજૂ દેવીના નામ પર જમીન ખરીદી હોય.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *