દુધમાં ઉમરીને પીવો આ એક ચીજ, અનેક બીમારીઓ માંથી મળી જશે છુટકારો

દરેક ઘરમાં મળી આવતી વરિયાળી સામાન્ય રીતે તો માઉથ ફ્રેશનિંગ નું કામ કરે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં વિટામિન, ફાઈબર, આયરન, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ જેવા ઘણા ગુણ મળી આવે છે. તેવામાં જ્યારે પેટ સાથે જોડાયેલી સમસ્યા થાય છે,

તો વરિયાળીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વરિયાળી ખાવાથી તો તેના ફાયદા મળે છે, પરંતુ જો તેને દૂધની સાથે ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. તો ચાલો આજે અમે તમને અમારા આ લેખમાં વરિયાળી વાળું દૂધ પીવાના અમુક ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલા જાણી લઈએ કે તેને કેવી રીતે બનાવવું જોઈએ.

આવી રીતે બનાવો વરીયાળી વાળું દૂધ

વરિયાળી વાળુ દુધ બનાવવા માટે ૧ ગ્લાસ દૂધમાં ૧ નાની ચમચી વરિયાળી ઉમેરી દો. ત્યારબાદ તેને હળવી આંચ પર ઉકળવા દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં સાકર અને મધ પણ ઉમેરી શકો છો, તેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. સાથે સાથે તેનો ફાયદો પણ વધી જાય છે. વરિયાળી વાળા દૂધનું સેવન સૂતા પહેલાં કરવું જોઈએ.

અસ્થમાનાં દર્દીઓ માટે રામબાણ

એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોને થી ભરપૂર હોવાને કારણે વરીયાળી વાળું દૂધ અસ્થમાનાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં તે સિવાય તે ખાંસીથી પરેશાન લોકો માટે પણ વરીયાળી કોઈ રામબાણથી ઓછી નથી. ખાંસીથી પરેશાન લોકોએ વરિયાળીને શેકીને સાકરની સાથે સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસને કંટ્રોલ

આજકાલ ડાયાબિટીસની બીમારી ખૂબ જ સામાન્ય થઈ ચૂકી છે. તેવામાં જો તમે પોતાના ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવા માંગો છો, તો વરીયાળી વાળું દૂધ પીવું તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ એ પોતાના રોજિંદા જીવનમાં વરિયાળીને જરૂરથી સામેલ કરવી જોઈએ.

હ્રદય રાખે સ્વસ્થ

વરિયાળીમાં વિટામીન, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા ઘણા ગુણ મળી આવે છે. આ બધા ગુણકારી તત્વ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદગાર થાય છે, જેથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.

પેટની સમસ્યાઓ થાય છે અંત

ભોજન કર્યા બાદ વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા ખૂબ જ સારી થાય છે. તેનાથી કબજિયાત, પેટમાં દુખાવો, બળતરા, એસીડીટી, સોજો અને અપચો જેવી પરેશાનીઓથી છુટકારો મળે છે. ખાસ કરીને જો તમે વધારે મસાલેદાર ભોજનનું સેવન કરો છો, તો વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વજન કરે કંટ્રોલ

દુનિયાભરમાં લોકો પોતાના વધતા વજનથી પરેશાન હોય છે. તેવામાં જો તમે પણ સ્થૂળતા અથવા વધારે વજનથી પરેશાન છો, તો તમારે વરીયાળી વાળું દૂધ જરૂરથી પીવું જોઈએ. કારણકે વરિયાળીથી કેલરી બર્ન થાય છે અને દૂધથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે. જેનાથી તમારી વારંવાર ખાવાની આદત છૂટી જાય છે.

સારી ઊંઘ આવે છે

આજકાલ વર્કનું પ્રેશર દરેક લોકોને હોય છે. જેના કારણે તેઓ ચિંતામાં અને તણાવમાં રહેતા હોય છે. જેથી લોકોને અનિદ્રાની સમસ્યા રહે છે. તેવામાં વરિયાળીનું સેવન ખૂબ જ લાભદાયક બની શકે છે. કારણ કે તેમાં રહેલ મેગ્નેશિયમ થી મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે.

આંખોની રોશની વધારે

આંખોની રોશની વધારવામાં પણ વરિયાળી ખૂબ જ કારગર સાબિત થાય છે. હકીકતમાં તેમાં વિટામિન-એ મળી આવે છે, જેનાથી આંખોની રોશની વધે છે. સાથોસાથ મોતિયાનાં દર્દીઓ માટે પણ વરિયાળીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

ખીલ દૂર કરે

વરિયાળીમાં એસેન્શિયલ ઓઈલ ફાઇબર એન્ટિઓક્સિડેન્ટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. તે લોહીને ચોખ્ખું કરવામાં મદદગાર સાબિત થાય છે. જેનાથી ચહેરા પર રહેલા દાગ-ધબ્બા અને ખીલ દૂર થઈ જાય છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.