15000 કિલો સોનાથી બનેલું છે આ ભવ્ય મંદિર, રાત્રી ના સમયે થાય છે કંઈક આવો અદભુત નજારો

અત્યાર સુધી તમે ઘણા પ્રકાર ના સુંદર મંદિર જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે કહેવા જઈ રહ્યા છીએ કે હોઈ શકે છે કે તમારા માંથી પણ ઘણા લોકો આ મંદિર એ જઈ આવ્યા હોઈ.

આ મંદિર ની ખાસિયત છે કે તેમનું નિર્માણ કરવા માટે 15,000 કિલો સોના નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંભળીને તમને પણ નવાઈ લાગી ને?

આ મંદિર તામિલનાડુ ના વેલ્લોર જિલ્લા માં આવેલું છે અને સોના નું મંદિર હોવાના કારણે આ શહેર ને સોનાની નગરી ના નામ થી બોલવામાં આવે છે. આ મંદિર માં શિલાલેખ ની કાળા વેદો થી લેવામાં આવી છે.

15,000 કિલો સોના થી બનેલું આ ખુબસુરત મંદિર ને 400 કારીગરો ને સાત વર્ષ ની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર માં આખા વર્ષ માં શ્રદ્ધાળુઓ ની ભીડ લાગેલી રહે છે. લાખો લોકો આ અદ્ધભૂત મંદિર ને દેશ નહિ પરંતુ વિદેશો થી પણ જોવા માટે આવે છે.

આ મંદિર માં આવેલા બધીજ વસ્તુઓ સોનાથી બનેલી છે પછી તે દીવાલ હોઈ કે દરવાજા. 100 એકર થી વધુ ક્ષેત્ર માં ફેલાયેલ આ મંદિર ચારે તરફ થી હરિયાળી થી ઘેરાયેલું છે. રાત્રી ના સમયે મંદિર ની સાથે અથડાતો પ્રકાશ મંદિર ને ઝગમગાવી ઉઠે છે.

આ મંદિર ને સવારે 4 થી 8 સુધી અભિષેક માટે અને સવારે 8 થી રાત્રે 8 સુધી દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિર ની સૌથી પાસે કાટપાડી રેલવે સ્ટેશન છે. જ્યાંથી 7 કિલોમીટર ની દુરી પરજ આ મંદિર સ્થિત છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *