ચાર ચોપડી ભણેલા આ વ્યક્તિએ તેમના ઘરના અગિયાર સભ્યોને ભણાવીને બનાવ્યા અધિકારી..

આપણે આપણી આજુબાજુ ઘણા બાળકોને જોતા હોઈએ છીએ જેમને ટ્યૂશન પણ નથી મળતું પણ પોતાની જાતે સખત મહેનત કરીને માતાપિતાનું નામ રોશન કરતા હોય છે. તેવો જ કિસ્સો હરિયાણાના જીંદ જિલ્લામાં ડુમરખાનના કલાન ગામમાં રહેતા એક પરિવાર સાથે થયો હતો. ચૌધરી બસંત સિંહ શ્યોકંદ જે માત્ર ચાર ધોરણ જ પાસ હતા અને તેમની ઈચ્છાશક્તિ અને મોટા અધિકારીઓ સાથેની કંપનીથી તેમને એક સપનું પણ જોયું હતું.

મારા પરિવારના બાળકો મોટા થઈને અધિકારી બનશે ભલે તે ભણેલા હોય કે ના હોય. તો પછી ચૌધરી બસંત સિંહ શ્યોકંદએ તેમનું સપનું સાકાર પણ કર્યું હતું. સોશિયલ મીડિયા અનુસાર જાણવા મળ્યું હતું કે ચૌધરી બસંત સિંહ શ્યોંકડ એ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો પણ તેમણે તેમના પરિવાર માટે એટલું બધું સારું કાર્ય કર્યું હતું કે આખી જિંદગી સુધી પરિવારના લોકોને યાદ રહેશે.

આથી આ પરિવારના લોકોમાં બસંત સિંહનો સૌથી મોટો પુત્ર રામકુમાર શ્યોકંદએ કોલેજના નિવૃત્ત પ્રોફેસર હતા અને તેમનો દીકરો યશેન્દ્ર આઈએએસ અધિકારી હતો, અને તેમની દીકરી સ્મિતી ચૌધરી અંબાલામાં રેલવે એસપી તરીકે પોતાની ફરજ બજાવતી હતી.

આ પરિવારના બસંત સિંહનો બીજો દીકરો કોન્ફેડમાં જીએમ તરીકે ફરજ બજાવતો હતો અને તેની પત્ની ડેપ્યુટી ડીઇઓ તરીકે કામ કરી રહી હતી, આમ તો તેમનો આખો પરિવાર અલગ આલગ અધિકારીના પદ પર કામ કરી રહ્યો હતો. આથી પરિવારના લોકોને બસંત સિંહ શ્યોંકડએ સાથે મળીને સમગ્ર દેશ માટે ગૌરવ અપાવ્યો હતો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *