લોહીની ઉણપ, થાક, નબળાઇ, કમરનો દુખાવો, માથાનો દુખાવો દૂર કરે છે આ લાડવા..જાણો ઘરે બનવવાની રીત..

રસોઈની દુનિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા લાડવા જે તમને શરીરમાં કમજોરી હોય, લોહીની ઉણપ હોય, કમર-માથાનો દુખાવો હોય, થાક લાગેલો હોય તેને દૂર કરે છે. આ એક લાડવો ખાવાથી જે આખા દિવસમાં જે એનર્જી અને ન્યુટ્રીશન જોઈતા હોય તેને પુરી પાડે છે.

સામગ્રી:

250 ગ્રામ અખરોટ,

પાંચ અખરોટ ખાવ અને જુઓ ચાર જ કલાકમાં તમારા શરીરમાં કેવા ફેરફાર થાય છે! - I am Gujarat

150 ગ્રામ સફેદ તલ,

75 ગ્રામ કાળા તલ,

150 ગ્રામ મગફળીના દાણા (ફોતરાં વગર)

મગફળીના દાણા બદામ કરતા પણ વધારે શક્તિશાળી છે, આ રીતે કરવું જોઈએ એનું સેવન |

100 ગ્રામ ઘી

બનાવવાની રીત :

સૌથી પહેલા અખરોટને એક મિક્સર જારમાં નાખીને અચકચરા પીસી લો. અખરોટમાં વધુ પ્રમાણમાં મેગ્નેસિયમ, સલ્ફર અને આયર્ન હોય છે જે લોહી વધારવામાં અને શરીરને એનર્જી દૂર કરવામાં મદદ કરે છે. અખરોટનો પાઉડર બનવાનો નથી, અચકચરા પીસી લેવાથી લાડવામાં ક્રન્ચી ટેસ્ટ આવે છે.

હવે 150 ગ્રામ સફેદ તલ અને 75 ગ્રામ કાળા તલને એક પેન માં રોસ્ટ કરો કે જેથી તેમાં રહેલું મોઇચ્છર જતું રહે. એક થી દોઢ મિનિટ સેકાઈ ગયા પછી ઠંડા થવા દો. ઠંડા થઇ ગયા પછી.અખરોટ ની જેમ અચકચરા પીસી લો.

હવે 150 ગ્રામ મગફરીનાં દાણા (ફોતરાં વગર) લો. જે બજારમાંથી શેકેલા સરળતાથી મળી જશે. તેને પણ મિક્સર જારમાં અચકાચરા પીસી લો. મગફળીની ન્યુટ્રીશન વેલ્યુ એટલી સારી હોય છે કે જે કાજુ બદામ માં જે ગુણ હોય છે તે મગફળીમાં હોય છે અને કાજુ-બદામ કરતા સસ્તી હોય છે.

હવે આ ત્રણ વસ્તુ અખરોટ, તલ અને મગફળીના દાણા ને એક બાઉલમાં મિક્સ કરી લો. હવે તેમાં 100 ગ્રામ ઘી ઉમેરીને સારી રીતે હાથની મદદ થી મિક્સ કરી લો.

હવે ગેસ ચાલુ કરીને, મીડીયમ ગેસ પર 750 ગ્રામ ગોળ લઈને તેને એક કડાઈમાં પીગળવા માટે મૂકી દો. હવે ગોળ ઓગળી ગયા પછી ગેસ બંદ કરો અને કડાઈમાં ત્રણ વસ્તુનું મિશ્રણ એડ કરીને બરાબર મિક્સ કરી લો.

હવે થોડું ઠંડુ થઇ ગયા પછી, હાથમાં થોડું ઘી લગાવીને ગોળ ગોળ લાડવા તૈયાર કરી લો. તૈયાર છે લાડવા. અહીંયા એકદમ ઠંડુ દેવાનું નથી, નહીંતર લાડવા બનશે નહિ. લાડવા બનાવતી વખતે જો મિશ્રણ ઠંડુ થઇ જાય તો થોડું ગરમ કરી શકો છો.

લાડવા બની ગયા પછી, તમે તેને કોઈ કન્ટેનરમાં ભરીને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને દરરોજ તમારા આહારમાં લઇ શકો છો. તો તમે પણ બનાવો એનર્જી થી ભરપૂર લડવાની રેસિપી.

નોંધ : અખરોટ, તલ અને મગફળીને અલગ અલગ એટલા માટે પીસાવામાં આવે, કારણ કે, અમુક વસ્તુ જલ્દીથી પીસાઈ જાય અને અમુક વસ્તુ થોડો સમય લેતી હોય છે. એવામાં જો બધું મિક્સ કરીને પીસવામાં આવે તો જે વસ્તુ જલદીથી પીસાઈ જાય તેનો પાઉડર બની જાય છે.

ફાયદા : વરસાદની મોસમ શરુ થતાની સાથે જે લોકોને સાંધાના દુખાવા, કમર દર્દ, માથાનો દુખાવો થતો હોય તે લોકોએ તલ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.

મગફળીમાં પ્રોટીન અને કાર્બોહાઈટ્રેટ હોય છે અને સાથે શક્તિ વધારનારી અને પૌષ્ટિકવર્ધક પણ હોય છે. ગોળ ઇમ્યુનીટી વધારે છે અને થાક ને પણ દૂર કરે છે, શરીરમાં લોહી વધારવામાં, હાડકાને મજબૂત બનાવવામાં પણ ઉપયોગી છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published.