કરોડો રૂપિયાની સંપત્તિ અને આલીશાન ઘરના માલિક છે સાઉથનો આ સુપરસ્ટાર…જુઓ incide photoz

સાઉથના સુપરસ્ટાર યશનું ફેન ફોલોઇંગ ખૂબ જ વધારે છે. ફૅન્સ તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોવે છે. પોતાના કરિયરમાં લગભગ 20 ફિલ્મોમાં કામ કરનારા યશે એકથી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ફિલ્મ ‘KGF’ પછી તો હિન્દી બેલ્ટમાં યશના કરોડો ફૅન્સ બની ગયા છે.

યશનું સાચુ નામ નવીન કુમાર ગૌડા છે. પહેલાં તે કન્નડ ટીવી સિરિયલમાં કામ કરતાં હતાં.

યશે વર્ષ 2007માં ફિલ્મ ‘જામ્બાડા હુડુગી’થી ડેબ્યુ કર્યું હતું. આ પછી યશે પાછળ વળીને જોયું નથી.

રિપોર્ટ મુજબ યશ લગભગ 50 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. યશ પાસે બેંગલુરુમાં લગભગ 4 કરોડ રૂપિયાનો આલિશાન બંગલો પણ છે.

કારની વાત કરીએ તો યશની પાસે ઑડી Q7 (1 કરોડ રૂપિયા) અને રેન્જ રોવર (80 લાખ રૂપિયા) સહિતની લક્ઝરી કાર છે.

એક ફિલ્મના કરોડો રૂપિયા ચાર્જ કરનારા અને આલિશાન લાઇફસ્ટાઇલ જીવનારા યશના પિતા અરુણ કુમાર બસ ડ્રાઇવર છે અને આજે પણ તે જ પ્રોફેશનમાં છે.

યશના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘બસ ડ્રાઇવિંગ કરી તેમને પોતાના દીકરા યશને મોટો કર્યો છે અને તેના સપના પુરા કરવા માટે મદદ કરી છે.’

તે આ પ્રોફેશનને એટલા માટે છોડવા માગતા નથી કેમ કે, આ કામને લીધે આજે તેમનો દીકરો આટલો મોટો એક્ટર બની શક્યો છે.

યશે કન્નડ એક્ટ્રસ રાધિકા પંડિત સાથે લવ મેરેજ કર્યાં છે. બંનેને બે બાળકો છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *