પિતાનું સપનું પૂરું કરવા માટે આ ૨૧ વર્ષની દીકરી બની ગામની સરપંચ અને આવનારા સમયમાં તેમના ગામને બનાવશે વિકસિત ગામ..

થોડા દિવસો પહેલા જ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં આ વખતે યુવા સરપંચોએ મોટે ભાગે સરપંચ બનીને ગામનો વિકાસ કરવાનું વિચાર્યું છે. જયારે ગામની દોર તેમના હાથમાં આવશે એટલે આ યુવા સરપંચો ચોક્કસપણે ગામનો વિકાસ કરશે.

આજે આપણે એક એવી જ ૨૧ વર્ષની દીકરી વિષે જાણીએ જે પિતાના સપનાને પૂરું કરવા માટે સરપંચ બની અને આ સપનું હવે પૂરું કરશે.આ દીકરીનું નામ દર્શન બેન છે, જેઓ જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ધરમપુર ગામના રહેવાસી છે.

આ વખતે દર્શનબેને યુવા સરપંચ બનીને ગામનો વિકાસ કરવાનું થામી લીધું છે અને તેઓ ગામને નાનાથી લઈને બધી જ મોટી સુવિધાઓ પુરી પાડવાનું નક્કી કરી લીધું છે. તેઓના કહેવા પ્રમાણે તેમને બધા જ લોકોએ સાથ આપ્યો અને તેથી તેઓ સરપંચમાં વિજયી બન્યા હતા.

દર્શનાબેનને તેમના ગામના ગોકુળિયું ગામ બનાવવું છે એટલે તેમના ગામમાં કોઈ પણ વ્યક્તિ અભણ ના રહી જાય અને ગામમાં જ કોઈપણ બીમાર વ્યક્તિની સારવાર થઇ જાય તેની માટે તેઓને એવી સુવિધા કરાવવી છે.

તેમના ગામમાં ઘણી સુવિધાઓનો અભાવ છે. એટલે આ દીકરીને ગામમાં બધી જ સુવિધાઓ લાવશે અને ગામને ગોકુળિયું ગામ બનાવશે.દીકરી સરપંચ બને તેવું સપનું તેમના પિતાનું હતું,

એટલે તેમના સપનાને પૂરું કરવા માટે તેઓ સરપંચ બન્યા છે. તેઓ ગામનો વિકાસ એવી રીતે કરશે કે બધા જ ગામ લોકોની સમસ્યાઓને પૂછી પૂછીને તેમનો હલ લાવીને ગામનો વિકાસ કરશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *