ટીવીમાં સંસ્કારી દેખાય રહેલી ગોપી બહુનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ તસવીરો…

નાના પડદાનો જાણીતો ચહેરો અને ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુના નામથી જાણીતી બનેલી જિયા માણેકની ચર્ચા થઈ રહી છે. જિયા માણેક હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જિયા સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તેનું ગ્લેમરસ અને હોટ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ તસવીરમાં જિયા થોડા અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

ઘર ઘર મેં સાથ નિભાના સાથિયામાં ગોપી વહુની ભૂમિકા ભજવીને જીયા માણેક પ્રખ્યાત થઈ. પરંતુ તેણે ટૂંક સમયમાં સિરિયલને અલવિદા કહી દીધું.

5 વર્ષના બ્રેક બાદ તે તેના ફેન્સ માટે શોમાં પરત ફરી છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, જિયા માણેકે પોતાના કમબેક માટે એક અલૌકિક સિરિયલ પસંદ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જિયા સીરિયલ મનમોહનમાં જોવા મળી હતી. આ સિરિયલમાં જિયાના પાત્રનું નામ ગોપિકા હશે. પાત્રનું નામ સામે આવ્યા બાદ જીયાના નવા રોલની તુલના ગોપી બહુ સાથે કરવામાં આવી રહી છે. તે સમયે જિયાએ તેના રોલ વિશે કહ્યું હતું કે, આ રોલ ગોપી બહુ કરતાં ઘણો અલગ છે.

જિયા માણેકની ટીવી કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 10 વર્ષ પહેલા સાથ નિભાના સાથિયાથી શરૂઆત કરી હતી અને તે છેલ્લે ટીવી સીરિયલ બડી દૂર સે આયા હૈમાં જોવા મળી હતી.

જિયા માણેક ત્યારે ચર્ચામાં આવી જ્યારે પોલીસે હુક્કા બાર પર દરોડા પાડી રાજ્યના આરોગ્ય મંત્રી સુરેશ શેટ્ટી સહિત 21 લોકોની ધરપકડ કરી.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *