વરરાજો હેલિકોપ્ટર લઈને દુલ્હનને લેવા આવ્યો, આખું ગામ જોતું જ રહી ગયું..

ગોહાના ગામ હસનગઢના રહેવાસી સતબીર યાદવની પુત્રી સંતોષની વિદાઈ હેલિકોપ્ટરમાં થઈ હતી. ગામમાં હેલિકોપ્ટર ઉતર્યા બાદ તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અને જ્યારે સંતોષ હેલિકોપ્ટરમાં બેસીને ગઈ તો જ્યાં સુધી હેલિકોપ્ટર આકાશમાં દેખાતું હતુ લોકો ત્યાં સુધી તેને જોતા જ રહ્યા હતા. ગામમાં સંતોષનાં લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. વરપક્ષે દહેજમાં માત્ર એક રૂપિયાનું શગુન લીધું હતું. આ લગ્ન વર્ષ 2019ના છે જે હાલ સોશિયલ મીડિયામાં ફરી એકવાર વાયરલ થયાં હતાં.

હસનગઢનાં રહેવાસી સતબીરનો પરિવાર બીપીએલ સિરીઝમાં આવે છે. ત્યારે તેમની પુત્રી સંતોષ રાજસ્થાનની રાજધાની જયપુરમાં તેનાં તાઉનાં મોટા પુત્રની સાથે બીએ થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. સતબીરે હાંસી જીલ્લાનાં ગામ રામપુરામાં સતબીરનાં પુત્ર સંજયની સાથે લગ્ન નક્કી કરી રાખ્યા હતા.

સંતોષ અને સંજય બંને લગ્નનનાં બંધનમાં બંધાઈ ગયા હતા. સંજય પોતાની પરણિતાને લેવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો હતો, તેની સાથે તેનાં પિતા સહિત અન્ય ત્રણ લોકો હાજર હતા.

પુત્ર સંજયનાં પિતા સતબીરની પાસે માત્ર ત્રણ એકર જમીન હતી, જેમાંથી અડધો એકર જમીન દિલ્હી-હાંસી રસ્તાને પહોળો કરવામાં જતી રહી હતી. જેમાં સરકારે અડધો એકર જમીન લઈને તેનાં 35 લાખ રૂપિયા વળતર તરીકે સતબીરને આપ્યા હતા.

સતબીરે તે જ દિવસે મન બનાવી લીધું હતું કે, તે પોતાની પુત્રવધુને હેલિકોપ્ટરમાં લઈને આવશે, જેને લઈને તેણે પોતાના એકમાત્ર પુત્રને બીપીએલ પરિવારની છોકરી જોઈને લગ્ન કર્યા અને હેલિકોપ્ટર બુક કરવા માટે તેને લગભગ ત્રણ મહિના મહેનત કરવી પડી હતી.

તેના માટે સતબીરને ઉચ્ચ અધિકારીઓથી લઈને ફાયર બ્રિગેડ અને પોલીસની પરવાનગી લેવી પડી હતી. જેને લઈને તેને ત્રણ લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડ્યો હતો અને પરમિશન મળ્યા બાદ તેણે એક પ્રાઈવેટ હેલિકોપ્ટરને કલાક દીઠ 1 લાખ રૂપિયાનાં હિસાથી બુક કરાવ્યું હતું.

તો છોકરી સંતોષનાં પિતા સતબીરે જણાવ્યું હતું કે, તે અને તેમની પત્ની ગોહાનામાં મહેનત મજુરીનું કામ કરે છે. ક્યારેય સપનામાં પણ તેમણે વિચાર્યુ નહી હોય કે, તેમની પુત્રીનાં આ રીતે લગ્ન થશે અને તેમની પુત્રી હેલિકોપ્ટરમાં બેસીને વિદાય લેશે.

તેમના ગામમાં પહેલીવાર હેલિકોપ્ટર આવ્યુ. તેમની પુત્રીનાં લગ્ન જોવા માટે તેમના ગામની સાથે આસપાસનાં ગામનાં ઘણા લોકો પહોંચ્યા હતા અને લગ્નનો બધો જ ખર્ચો છોકરાવાળાઓએ કર્યો હતો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *