વાસ્તુશાસ્ત્ર : રૂમમાં રાધા-કૃષ્ણની તસ્વીર લગાવવાથી પતિ-પત્નિનો સંબંધ હમેશા બની રહે છે મધુર

ઘરમાં કઈ વસ્તુઓને રાખવી શુભ હોય છે અને આ વસ્તુઓને કયા સ્થાન પર રાખવી જોઈએ, તે તમામ વાતોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં તમામ પ્રકારની વસ્તુઓના શુભ-અશુભ સ્થાન જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર જો ઘરમાં નકારાત્મક ઊર્જા વાળી ચીજો રાખવામાં આવે છે,

તો ઘરનું વાતાવરણ એકદમ ખરાબ થઈ જાય છે અને નકારાત્મક વસ્તુઓની અસર આપણી વિચારસરણી પર પણ પડવા લાગે છે. કઈ ચીજોને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે, તેમના વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલી ટિપ્સ અપનાવવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં બરકત પણ થાય છે. તો ચાલો જાણી લઈએ વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી અમુક મહત્વપૂર્ણ વાતોનાં વિશે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલી મહત્વપૂર્ણ વાતો

જો તમે પોતાના ઘરમાં કોઈપણ દેવી-દેવતાઓની તસ્વીર લગાવો છો તો તમારે તે તસ્વીરને ફક્ત મંદિરમાં જ રાખવી જોઈએ. ઘણા લોકો ભગવાનની તસ્વીરોને પોતાના રૂમમાં લગાવી દેતા હોય છે, જોકે ખરેખર તે ખોટું છે. પરંતુ જો પતિ અને પત્નિ વચ્ચે તણાવ વધી રહ્યો છે તો તે પોતાના રૂમમાં રાધા-કૃષ્ણની તસ્વીર લગાવી શકે છે. રાધા અને કૃષ્ણજીની તસ્વીર રૂમમાં લગાવવાથી પતિ-પત્નિની વચ્ચે પ્રેમ હંમેશા માટે જળવાઈ રહે છે અને સંબંધમાં પણ સુધારો આવે છે.

જ્યારે પણ તમે પોતાના ઘરમાં કોઈ દેવી કે દેવતાની મૂર્તિ લાવો છો તો તમારે પહેલા તે મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરવી જોઇએ અને ત્યારબાદ જ તેને પૂજા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની તસ્વીરોને રોજ સાફ કરતી રહેવી જોઈએ અને દરરોજ તેની પૂજા પણ કરવી જોઈએ.

મંદિરમાં સવાર અને સાંજના સમયે દિવો પ્રગટાવવો જોઈએ.

રામાયણ કે મહાભારતના યુદ્ધની કોઈપણ તસ્વીર ઘરમાં રાખવી ના જોઇએ. આ તસ્વીરોને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.

જો તમે પોતાના પૂજા ઘરમાં હનુમાનજીની કોઇ તસ્વીર રાખો છો તો તમારે તે આ તસ્વીરને ફક્ત દક્ષિણ દિશામાં જ રાખવી જોઈએ.

ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે તમારે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક જરૂર બનાવવું જોઈએ.

ઘરના મુખ્ય રૂમમાં કમળના ફૂલ અને ગુલદસ્તાના ચિત્ર લગાવવા શુભ માનવામાં આવે છે.

શિવજી, મહાલક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતીની મૂર્તિને હંમેશા ઉત્તર દિશામાં જ રાખવી. કારણ કે યોગ્ય દિશામાં ભગવાનની મૂર્તિ ના રાખવાથી ઘરની નકારાત્મકતા ખતમ થતી નથી.

મહાલક્ષ્મીની બેસેલા સ્વરૂપ વાળી તસ્વીરની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

રસોઈઘરમાં ભગવાનની મૂર્તિ રાખવી નહી.

પોતાના આંગણામાં તુલસીનો છોડ જરૂર લગાવો અને દરરોજ આ છોડની સામે દિવો પ્રગટાવવો.

ઘરમાં તમારે છોડ જરૂર રાખવા અને આ છોડને દરરોજ પાણી આપતા રહેવું. જો કે તમારે કાંટા વાળા છોડ રાખવાથી બચવું.

જો તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા નથી તો તમે તેમના રૂમમાં માં સરસ્વતીની મૂર્તિ રાખી શકો છો. આવું કરવાથી તેમનું મન અભ્યાસમાં લાગવાનું શરૂ થઈ જશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *