તમે ઘણા હનુમાન મંદિરે ગયા હશો પણ આજે અમે તમને એક એવા ચમત્કારિક હનુમાન મંદિર વિષે જણાવીશું કે જ્યાં લોકો વિદેશ જવા માટે વિઝાની માનતા માને છે અને તેમની માનતા પુરી પણ થાય છે. નરેન્દ્ર મોદીએ પણ આ મંદિરમાં અમેરિકા જવા માટે વિઝાની માનતા માની હતી અને પછી જ તેમને અમેરિકા જવા માટે વિઝા મળ્યા હતા.
આ મંદિર અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલું છે. આ મંદિર અંદાજિત 400 વર્ષ જૂનું છે. લોકોની માનતા છે કે જે લોકો પણ પોતાના વિઝાની માનતા લઈને આ મંદિરમાં આવે છે.
તેમની માનતા હનુમાન દાદા જરૂરથી પુરી કરે છે. આ મંદિરમાં ખાલી અમદાવાદ જ નહિ પણ આખા દેશમાંથી લોકો પોતાની માનતા માનવા માટે અહીં આવે છે. મંદિરના પૂજારીનું પણ કહેવું છે કે અહીં આવતા દરેક ભક્તોની મનોકામના હનુમાન દાદા જરૂરથી પુરી કરે છે.
અહીં આવતા ભાવિકો પોતાનો પાસપોર્ટ પુજારીને આપે છે અને પૂજારી તે પાસપોર્ટને હનુમાન દાદાને બતાવે છે. જે લોકો પણ અહીં વિઝાની માનતા માને છે. તેમની મનોકામના હનુમાન દાદા જરૂરથી પુરી કરે છે.
આ સાથે સાથે પૂજા પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધી હનુમાન દાદા હજારો લોકોની મનોકામના પુરી કરી ચુક્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી માટે વિઝાની માનતા માનવામાં આવી હતી. માનતા માન્યા પછી નરેદ્ર મોદીને પણ અમેરિકા જવા માટે વિઝા મળી ગયા હતા.