શ્રદ્ધા કપૂર ના પ્રેમ માં છે પાગલ આ ભારતીય ક્રિકેટર નામ જાણી ને તમે પણ રહી જશો હેરાન………

ભારતીય ક્રીકેટ ટીમ અને બોલીવૂડ વચ્ચે ઘણો ઉંડો સંબંધ છે. ખાસ કરીને રોમેન્ટિક સંબંધ છે. જે વર્ષોથી ચાલ્યો આવે છે. શર્મિલા ટાગોર અને ટાઇગર એટલે કે મન્સૂર અલી ખાન પટોડીથી માંડીને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સુધી.

બોલીવૂડની અભિનેત્રીઓ અને ભારતીય ક્રીકેટરો એકબીજાથી આકર્ષાયા વગર નથી રહી શકતા. છેલ્લા કેટલાક સમયમાં ઘણી બધી બોલીવૂડ અભિનેત્રીઓ ભારતીય ક્રીકેટ ટીમના ક્રીકેટરને દીલ દઈ બેઠી છે.

અને હવે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ક્રીકેટ ટીમનો એક ક્રીકેટર બોલીવૂડની હોટ અભિનેત્રી પર ફીદા થઈ ગયો છે. ભારતનો આ ધાકડ બેટ્સમેન અને બોલર આ બોલીવૂડ અભિનેત્રી પાછળ સંપૂર્ણ રીતે પાગલ થઈ ગયો છે.

જે અભિનેત્રી વિષે અમે વાત કરી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ શક્તિ કપૂરની દીકરી અને હાલની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર છે.

શ્રદ્ધા કપૂરના સૌંદર્ય અને ફિટનેસ પર ભારતનો આ ક્રિકેટર સંપૂર્ણ પણે ફીદા થઈ ગયો છે. તે ભારતીય ક્રીકેટર બીજુ કોઈ નહીં પણ ભુવનેશ્વર કુમાર છે.

વાસ્તવમાં ભુવનેશ્વર કુમારે એક ઇટર્વ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને ખૂબ પસંદ કરે છે. જો મને જીવનમાં ક્યારેય મોકો મળ્યો તો તે શ્રદ્ધા કપૂરને ડેટ પર લઈ જશે.

ભુવનેશ્વર કુમારની  આ વાત લોકોને ખૂબ રસપ્રદ લાગી છે. શ્રદ્ધા કપૂર બોલીવૂડની એક ઉમદા અભિનેત્રીઓમાંની એક છે. જેણે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. તો મુન્નેશ્વર પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક ફાસ્ટ અને વિસ્ફોટક બોલર તરીકે જાણીતો છે.

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર હવે શ્રીદેવેની જેમ નાગિનની ફિલ્મ સિરિઝમાં જોવા મળશે. તેણીને તમે હવે મોટા પરદા પર એક નવા જ અવતારમાં જોશો. હા એવા ખબર મળ્યા છે કે શ્રદ્ધા હવે શ્રીદેવીની જેમ નાગિનનું પાત્ર ભજવતી જોવા મળશે.

બોલીવૂડ ફિલ્મમેકર નિખિલ દ્વિવેદી લોકો માટે નાગિન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર પ્રમાણે શ્રદ્ધાએ આ ફિલ્મોને સાઇન કરી છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ એક્સાઇટેડ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલાં મોટા પરદા પર શ્રીદેવી ઉપરાંત રેખા અને રીના રૉય જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ નાગિનનું પાત્ર ભજવ્યું છે.

તેવામાં શ્રદ્ધા કપૂર માટે આ એક મોટો અવસર પણ છે અને મોટો પડકાર પણ છે. જો કે આ પહેલાં વર્ષ 2018માં આવેલી તેણીની ફિલ્મ સ્ત્રીમાં તેનું પાત્ર ખૂબ અલગ હતું,

જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. અને આ સમાચારના સામે આવતા જ સોશિયેલ મિડિયા પર લોકો જે રીતે પોતાનું રિએક્શન આપી રહ્યા છે

તે જોઈને તો તે કહેવું જરા પણ ખોટું નહીં રહે કે શ્રદ્ધા જલદી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી આ ફિલ્મને કોઈ જ ટાઇટલ નથી આપવામાં આવ્યું.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *