અલંગમાં આવ્યું વિશ્વ વિખ્યાત 900 મુસાફરની ક્ષમતા ધરાવતું ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ, તસવીરો જોઈને આંખો થશે પહોળી

ગુજરાતમાં આવેલું અલંગ શીપયાર્ડ દુનિયામાં પોતાની આગવી ઓળધ ધરાવે છે. અલંગ શીપયાર્ડમાં દુનિયાના મોટા-મોટા જહાજો ભાંગવા માટે અહીં આવતાં હોય છે. ત્યારે આગળી ઓળખ ધરાવતું શિપયાર્ડ અલંગમાં પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ સફરે આવી પહોંચ્યું છે.

દરિયામાં તરતી જન્નત સમાન આ લક્ઝુરિયસ ક્રૂઝ અનેક સફરો કર્યા બાદ અવધિ પૂર્ણ થયા બાદ ક્રૂઝના માલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. આ ક્રૂઝ અલંગ આવી પહોંચતા આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. પરંતુ અમે તમારા માટે આ લક્ઝુરિયસ ક્રૂઝની તસવીરો લઈને આવ્યા છીએ.

નોર્વેના ઓસ્લોમાં વર્ષ 1973માં બનેલી એમએસ અલ્ટ્રોસ ક્રુજ (MS Albatros) સૌ પહેલાં રોયલ કાઈકિંગ સી નામથી ઓળખાતી હતી. દરિયા પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર બનેલી આ ક્રુજના અત્યાર સુધીમાં 10 માલિકો બદલાઈ ચૂક્યા છે. આ ક્રુજ ગયા વર્ષે 2020માં નિવૃત થઈ હતી. 205 મિટર લાંબી અને 27 મિટર ઉંચી આ ક્રુજને તરતો મહેલ પણ કહેવામાં આવે છે. આ ક્રુજમાં 812 મુસાફરોની કેપિસિટી છે.

લક્ઝુરિય અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ સફર પૂર્ણ કરીને અલંગ શિપયાર્ડ ખાતે આવી પહોંચ્યું છે. અલંગ શીપયાર્ડ ખાતે આ લક્ઝુરિયસ ક્રૂઝ ભાંગવામાં આવશે. પરંતુ આ ક્રૂઝ અલંગ આવી પહોંચતા આકષર્કનુ કેન્દ્ર બન્યું છે. આ જહાજની સુવિધાઓ અદભુત છે. જેમાં કુલ 10 માળ આવેલા છે. દરેક માળ પર મુસાફરો માટે અલગ-અલગ અદભુત સુવિધાઓ આવેલી છે.

આ લક્ઝુરિય ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, સિનેમા, 2 ડાઈનિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સુવિધાઓ આવેલી છે. આ જહાજને જોઈને અલંગ શિપયાર્ડ પર હાજર સૌ કોઈ ચક થઈ ગયા હતાં.

મહત્વની વાત એ છે કે, આ લક્ઝુરિયસ ક્રૂઝ 1973માં ફિનલેન્ડ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું. 177 મીટર લાંબું અને 25 મીટર પહોળા આ ક્રૂઝમાં 900 મુસાફરોની ક્ષમતા ધરાવે છે અને 300 ક્રૂ-મેમ્બરો સામેલ થઈ શકે છે. જેમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે.

 

‘અલ્ટ્રોસ’ ક્રૂઝનું નામ પહેલા અલ્બાટ્રોસ હતું. વર્ષ 2020માં એને મિડલ ઈસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું જોકે ત્યાર બાદ આ જહાજને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શિપયાર્ડ અલંગમાં છેલ્લા 9 મહિનામાં કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો, કોલંબસ, મેગેલાન, સાલમી, મેટ્રોપોલિસ, લીઝર, વર્લ્ડ જેવાં અનેક જહાજ આવી ચૂક્યા છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે અલંગ ખાતે શિપ ભંગાવવામાં ઘટોડો નોંધાયો છે.

જોકે છેલ્લા 9 માસમાં 9મું ક્રૂઝ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.120માં અલ્ટ્રોસ નામનું 10 માળનું લક્ઝુરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે આવી પહોંચ્યું છે.

‘અલ્ટ્રોસ’ ક્રૂઝ 1973માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું. 177 મીટર લાંબું અને 25 મીટર પહોળા આ ક્રૂઝમાં 900 મુસાફરોની ક્ષમતા છે તથા 300 ક્રૂ-મેમ્બરો સામેલ થઈ શકે છે. એમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે. એનું અગાઉ નામ અલ્બાટ્રોસ હતું. વર્ષ-2020માં એને મિડલ ઈસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું, જોકે ત્યાર બાદ એને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *