ક્યારેક જીવનમાં એવું પણ બને કે સુખી જિંદગી ચાલતી હોય છે અચાનક દુખ આવી જાય. તેના ઘણાબધા અલગ અલગ કર્ણો હોય છે અને તેનું એક કારણ ખરાબ કિસ્મત પણ હોઈ શકે છે. ઘણીવાર આ ખરાબ ભાગ્ય તમારા કર્મો પર પણ નિર્ભર કરે છે.

તેમજ તમારા ઘરમાં કેવું વાતાવરણ રહે છે તેની અસર પણ તમારા સુખ અને દુખ પર પડે છે . આજ વાતને ધ્યાનમાં લઈને આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરમાં હોવાથી દુખ હંમેશા વધે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં વધુ પડતું દુખ ન આવે તો તમારે આ વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ.

આ વસ્તુઓ લાવે છે ઘરમાં દુઃખ અને દુર્ભાગ્ય

ગંદકી :

જે ઘરમાં હંમેશા ગંદકી જ રહે છે અને સફાઈ પર સરખું ધ્યાન આપવામાં આવતું નથી ત્યાં વધુ પડતી નેગેટીવ એનર્જી આવી જાય છે. આ નકારાત્મક ઉર્જાથી ઘરમાં નેગેટીવ માહોલ ઉભો થાય છે. આવા વાતાવરણમાં રહેનાર લોકોના વિચાર પણ નેગેટીવ થઇ જાય છે. આવા સમયે ઘરમાં લડાઈ ઝગડાની સ્થિતિ ઉત્પન  થાય છે, અને દુખનું પ્રમાણ વધતું રહે છે. તેમજ ગંદકી વારા ઘરમાં માતા લક્ષ્મીજી પણ નથી પધારતા, તેથી આર્થિક રીતે પણ તંગી સર્જાય છે.

તૂટેલો કે ખરાબ સમાન:

ઘરમાં તૂટેલ અને ખરાબ વસ્તુનું હોવું ઓઅન અપશુકન માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ તૂટેલ ફર્નીચર, અરીસો કે ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો તેને દુર કરી દો અથવા રીપેર કરાવી લો. આવી તૂટેલ ફૂટેલ વસ્તુ તમારા ઘરમાં રાખવી તમારા પરિવાર માટે બરોબર નથી.

મંગળવારે નોનવેજ :

જે ઘરમાં મંગળવારે નોનવેજ બને છે ત્યાં ભગવાન ક્યારેય પણ નિવાસ નથી કરતા. પ્રાચીન પરંપરા અનુશાર તમારે ભૂલથી પણ મંગળવારના દિવસે ઘરમાં માસ કે અન્ય  નોનવેજ જેવી વસ્તુઓ બનાવવી ન જોઈએ. જો બની શકે તો ઘરની બહાર પણ તેનું સેવન કરવું ન જોઈએ. જો કે મંગળવાર સિવાયના દિવસોમાં તમે નોનવેજનું સેવન કરી શકો છો.

વાસ્તુ દોષ :

ઘરમાં દુખ આવવાનું સૌથી મોટું કારણ ખરાબ વાસ્તુ દોષ પણ હોય શકે છે. ઘરમાં વાસ્તુ દોષ ઘણા કારણોસર ઉત્પન્ન થઇ શકે છે. તેથી તમારે કોઈ જ્યોતિષ સાથે વાત કરીને આ વાસ્તુ દોષને દુર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમને ઇન્ટરનેટ પર પણ વાસ્તુદોષ દુર કરવના ઉપાયો મળી જશે. એ પછી તે વાત પર નિર્ભર છે કે તમારા ઘરમાં કઈ પ્રકારનું વાસ્તુદોષ છે.

સ્ત્રીઓ અને વૃદ્ધોનું અપમાન :

જે ઘરમાં સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર નથી થતો કે હિંસા થાય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નથી થતી. એવી સ્થિતિમાં આ પરિવારને પૈસાની કમીનો સામનો કરવો પડે છે. તેમજ ઘરના વૃદ્ધો પર પણ આ જ નિયમ લાગુ પડે છે. આ લોકોનું અપમાન કરવાથી ઘરની પ્રગતિ થતી નથી અને તમારા જીવનમાં દુર્ભાગ્ય આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here