શું તમારે પણ ઢોસા બનાવતી વખતે તવા ઉપર ચોંટી જાય છે? આ રીતે બનાવશો તો બનશે એકદમ કડક અને ચોંટશે પણ નહિ……

મિત્રો ઢોસા નું નામ પડતાજ મો માં પાણી આવી જાઈ છે. ઢોસા નાના મોટા સૌને ભાવતા હોય છે. પરંતુ ઘરે હોટલ જેવા ઢોસા બનતા નથી. ઘરે ઢોસા બનાવતી વખતે મહિલાઓને એક મુશ્કેલી ખાસ પડે છે. તે છે ઢોસા તવામાં ચોંટી જાય છે.

જેના કારણે ઘરે ઢોસા બનાવાનો કંટાળો આવે છે. આજે અહી કેવી રીતે ઢોસાને તવા પર ચોટતા અટકાવા તે જણાવીશું. ઢોસા બનાવતા પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખવામા આવે તો ઢોસા તવા પર ચોટતા નથી અને બહાર જેવા મસ્ત બને છે.

ઢોસાની લોઢી અલગ રાખવી તેમાં રોટલી ના બનાવવી.

“ઢોસા” બનાવવા માટે નોનસ્ટિક લોઢિ વાપરવી. તેમાં ક્યારે પણ રોટલિ ના કરવી. સૌ પ્રથમ લોઢી ને સારી રિતે સાફ કરવી. લોઢી પર થોડું પણ તેલ ચોટેલું ન હોવું જોઈએ.

લોઢીને તેલ લગાવીને સાફ કરવી.

લોઢી પર તેલ લગાવી ધીમી તાપે ગરમ કરવી. અને જ્યારે થોડો ધુમોડો બહાર આવે ત્યારે ગેસ બંધ કરી કપડાથી તેને લૂછી નાખવી. એક પેપર બની ગયા પછી પાછું તેને તેલ નાંખીને ટિશ્યૂ પેપરથી સાફ કરવી.

તાવેથા પર લોટ નાખીને પણ સાફ કરી શકાઈ છે.

પેપર ઉથલાવવા માટે તાવેથાને થોડો પાણીમાં ડુબાડો અને પછી તેનો ઉપયોગ કરવો. જો તો પણ “ઢોસા” ચોંટે છે તો થોડો લોટ નાખીને સારી રીતે સાફ કરો. આ મેથડ અપનાવાથી તવા પર ઢોસા ચોટતા નથી.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *