બોલીવુડ સેલીબ્રીટીઝની લાઈફસ્ટાઈલ જ કંઇક અલગ હોય છે. ઝાકળમાકળ ભરી જીંદગી જીવવાવાળા સિતારાઓ જાણે કોઈ અલગ જ દુનિયામાં રહેતાં હોય એવું લાગે કોઈક વાર. તમે બોલીવુડનાં ગ્રાન્ડ લગ્નો વિષે જોયું-સાંભળ્યું હશે જેમાં કરોડોનો ધૂમાડો કરવામાં આવે છે. પણ શું તમે બોલીવુડનાં મોંઘા છૂટાછેડા વિષે સાંભળ્યું છે?
જી હા, બોલીવુડનાં સ્ટાર્સ લગ્નગ્રંથીએ જોડાય તો ય ધૂમ ખર્ચો અને છુટાછેડા લે તો ય ધૂમ ખર્ચો થતો હોય છે. અને બોલીવુડમાં લગ્નો તૂટવાની તો ક્યાં નવાઈ છે? જુઓને, આ મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન. ૧૮ વર્ષ જુનું એમનું લગ્નજીવન. તોય ફીંડલું વળી ગયું ને? મરજીથી લગ્ન અને મરજીથી તલાક. આવો જાણીએ ક્યાં સ્ટારે કેટલી કિંમત ચૂકવી છે ફારગતી લેવા માટે –
(૧) રીતિક રોશન –સુઝાન ખાન :-
બોલીવુડનાં હેન્ડસમ હીરો રીતિક રોશન અને પત્ની સુઝાનની જોડી તૂટી ત્યારે બોલીવુડ સ્તબ્ધ થઇ ગયું હતું. બંને જણા ૨૦૧૪માં અલગ થઇ ગયાં હતા અને સુઝાને એલીમની/ભરણપોષણ માટે ૪૦૦ કરોડ રૂપિયા માંગ્યા હતા. રિતિકે સુઝાનને ૩૮૦ કરોડ ચૂકવીને મામલાની પતાવટ કરી હતી. બંનેનાં છૂટાછેડાનું કારણ તો ખબર નથી પણ ૩૮૦ કરોડ કંઈ જેવી તેવી રકમ તો નથી જ ને?
(૨) આમીર ખાન અને રીના દત્તા :-
આમીર ખાન બોલીવુડનો કદાચ એકમાત્ર એવો એક્ટર છે જે પોતાનાં રોલ માટે તનતોડ મહેનત કરતો હશે. આમ તો આમીર અને રીનાએ પોતાનાં મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્ન ૧૯૮૬માં થયા હતા અને ૨૦૦૨માં બંને અલગ પડી ગયાં. રીનાને છૂટાછેડા માટે ૫૦ કરોડ ચુકવવામાં આવ્યા હતા.
(૩) સૈફ અલી ખાન- અમૃતા સિંહ :-
કદાચ આ બંને કલાકારોનાં છૂટાછેડા બોલીવુડનાં સૌથી મોંઘા છૂટાછેડા હશે જેમાં સૈફ અલી ખાને પોતાની અડધી સંપત્તિ બાળકોને નામે કરી આપવી પડી હતી. જોકે છૂટાછેડા માટે કુલ કેટલી રકમ સૈફે ભરી એનો સ્પષ્ટ જવાબ મળતો નથી.
(૪) કરિશ્મા કપૂર- સંજય કપૂર:-
કપૂર પરિવારની લાડકી કરિશ્મા કપૂરનાં લગ્ન સંજય કપૂર સાથે ૨૦૦૩માં થયા હતા. કરિશ્મા પોતાનાં લગ્નજીવનથી ખુશ નહોતી એટલે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. કરિશ્માએ છૂટાછેડા માટે ૭૦ કરોડ રૂપિયા માંગ્યા હતા જે સંજયે આપી દીધાં હતા.
(૫) સંજય દત્ત- રિયા પિલ્લાઈ:-
સંજય દત્ત રિયાને બહુ જ પ્રેમ કરતો હતો પણ રિયા ટેનીસ સ્ટાર લીએન્ડર પેસ સાથે ચક્કર ચલાવી રહી હતી. એટલે સંજયનું લગ્નજીવન તૂટવાનું નક્કી હતું. છૂટાછેડા માટે સંજયે શાનદાર બંગલો અને ગાડી રિયાને નામ કરવાં પડ્યા. એ ઉપરાંત વર્ષો સુધી રિયાના બિલ તે જ ભરતો હતો.