ના,ના….અહીં ‘બૉડીગાર્ડ’ ફિલ્મની વાત નથી થઇ રહી, પણ બૉલીવુડનાં સેલેબ્રીટી કલાકારોનાં સાચેસાચા અને ઓછા જાણીતાં બૉડીગાર્ડની વાત થઇ રહી છે. ફિલ્મનાં આ કલાકારો પોતાનાં બૉડીગાર્ડસને દિલ ખોલીને સેલેરી આપે છે. આવો જોઈએ કોણ કેટલી સેલેરી આપે છે.
1. શાહરુખ ખાન:-

શાહરુખ ખાનનાં બૉડીગાર્ડનું નામ રવિસિંહ છે જે દરેક જગ્યાએ શાહરુખ સાથે જ જોવા મળશે। લે,એમાં નવાઈ શું પામવાની? શાહરુખ જોડે રહેવાનાં જ તો પૈસા મળે છે. હા, આ રવિસિંહની વાર્ષિક આવક 2.5 કરોડ રૂપિયા છે.
2.સલમાન ખાન:-

સલમાન ખાન જે પોતે બૉડીગાર્ડની ભૂમિકા એક ફિલ્મમાં નિભાવી ચુક્યા છે તેમણે આ ફિલ્મ પોતાના વિશ્વાસપાત્ર બૉડીગાર્ડ શેરાને સમર્પિત કરી છે. સલમાનની જેમ તેનો બૉડીગાર્ડ પણ ઈન્ડસ્ટ્રીનાં બધા જ બૉડીગાર્ડસ નો ભાઈ મનાય છે! શેરા સલમાન સાથે છેલ્લાં 18 વર્ષથી છે અને એની જોડે જ રહેવા માંગે છે. સલમાનનાં આ બૉડીગાર્ડની વાર્ષિક સેલેરી છે ફક્ત 2 કરોડ રૂપિયા!
3. આમિર ખાન:-

બૉલીવુડનાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનાં બૉડીગાર્ડનું નામ છે યુવરાજ ઘોરપડે. રોનિત રોય જે આમિરનો યુવરાજ આગાઉ બૉડીગાર્ડ હતો તેણે પોતાની સિક્યુરિટી એજન્સી ચાલુ કરવાનાં કારણે નોકરી છોડવી પડી હતી. યુવરાજ રોનિતની એજન્સીમાં થી જ છે અને તેને વર્ષે 2 કરોડનો પગાર મળે છે.
4. અમિતાભ બચ્ચન:-

‘બિગ બી’ તો ‘બિગ બી’ જ છે,એમનાં બૉડીગાર્ડનું નામ જીતેન્દ્ર શિંદે છે. જીતેન્દ્રની પોતાની સિક્યુરિટી એજન્સી હોવા છતાં બચ્ચનની સુરક્ષાને પોતે જ સાંભળે છે. ને આ કામ માટે જીતેન્દ્રને વર્ષ 1.5 કરોડનો પગાર મળે છે.
5. અક્ષય કુમાર:-

‘ખિલાડી’ અક્ષય કુમારનું તો શું કહેવું?
ફિલ્મોમાં તો ધમાલ મચાવે જ છે પણ અસલ જિંદગી માં પણ તે બિલકુલ ફિટ છે.એમનાં બૉડીગાર્ડનું નામ શ્રેયસ હેલે છે.શ્રેયસ અક્ષય કોને કોને મળે છે તેના રેકર્ડ રાખે છે. આ કામ માટે તેને મળે છે 1.2 કરોડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here