પૈસા તથા પ્રસિદ્ધિ એવી બધી વસ્તુઓ છે કે જેની દરેક માણસને ચાહત હોય છે. પણ એમ ચાહના કરવાથી પૈસા કે નામ એમનેમ મળી નથી જતું. કેટલીક વખત વ્યક્તિઓ પૈસા કમાવવા માટે ખૂબ જ પરિશ્રમ કરે છે, પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી.

માટે જ નામ અને પૈસા કમાવવા માટે શુદ્ધ આચરણ તથા શુદ્ધ વિચારનું હોવું આવશ્યક છે. ત્યારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. ગણેશજી તેમના ભક્તોના દરેક વિઘ્નો પણ હરી લે છે અને દરેક મુશ્કેલીઓ દૂર કરીને સુખ-સમૃદ્ધિ પણ આપે છે.

ભગવાન ગણેશને બુદ્ધિ-જ્ઞાનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમની પૂજા બુદ્ધિ જ્ઞાન દ્વારા સુખ શાંતિ પ્રદાન કરે છે. જેવી રીતે તમે બધા જાણો જ છો કે કોઈ પણ કામ શરુ કરતા પહેલા આપણે ભગવાન ગણેશને એક વખત યાદ કરીએ છીએ. અને તેમની આરાધના કરીએ છીએ. જેનાથી આપણે જે પણ કામ કરીયે છીએ તેમાં કોઈ પણ પ્રકારની બાધા કે અવરોધ નથી આવતો.

પણ જો તમે તમારા લાઈફમાં સુખ સમૃદ્ધિ ઇચ્છતા હોવ, સુખ તથા વધુ વૈભવની કામના ધરાવતા હોવ તો તેના માટે શાસ્ત્રોમાં ચતુર્થી કે પછી બુધવારે કેટલાક અનોખા મંત્રોથી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવા જોઈએ. આમ કરવું ખૂબ જ મંગલકારી કેહવવામાં આવે છે. ભગવાન ગણેશજીના બધા જ મંત્રોમાંથી એક મંત્ર છે ષડાક્ષરી ગણેશ મંત્ર. જેનો અર્થ એ કે આ મંત્રને ધન અને સુખ સુવિધાઓ સાથે દરેક કામમાં મોક્ષ આપનાર કહેવામાં આવે છે.

સમાન્ય રીતે બધાની એવી માન્યતા છે કે આ સિદ્ધ મંત્ર બ્રહ્મદેવે સ્વયં ભગવાન ગણેશજીની ભક્તિ માટે પ્રગટ કર્યો હતો. તો આવો જાણીએ આ મંત્રના જાપ કરવાની વિધિ અને આ મંત્ર કયો છે. દર મહિનાની ચતુર્થીએ ભગવાન ગણેશને ચંદન, ચોખા, દુર્વા તથા સિન્દૂરથી પૂજા અર્ચના કરીને ગોળના લાડવાનો પ્રસાદ આપો કે પછી મોદકના લાડવાઓનો પ્રસાદ ધરાવો. ભોગ આપ્યા બાદ આ ગણેશ મંત્રનું અવશ્ય ઉચ્ચારણ કરો. આ મંત્ર આ પ્રકારે છે:

‘વક્રતુંડાય નમઃ’

આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે ધ્યાન રાખો કે તમારું મુખ પૂર્વ દિશા બાજુ હોય. આ મંત્રના જાપથી તમને ભગવાન ગણેશજીની કૃપા મેળવવી થાય છે. સાથે જ તમને બુદ્ધિ જ્ઞાન દ્વારા સુખ સમૃદ્ધિની મળે છે. આ મંત્રના જાપથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here