કૂતરો માણસનો સૌથી વફાદાર મિત્ર હોય છે. આ કહેવત સો ટકા સાચી છે. એ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરમાં કુતરાઓ પાળે છે. આ કુતરા ના ફક્ત તેમના ઘરની રક્ષા કરે છે પરંતુ પોતાના માલિકના ઈમોશનલ સપોર્ટર પણ હોય છે.
કૂતરાઓની સાથે રહેવાથી મૂડ ફ્રેશ રહે છે અને ટેન્શન પણ ઓછુ રહે છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરે એક અથવા તો બે કૂતરા રાખતા હોય છે.
પરંતુ આજે અમે તમને બોલીવુડના એવા કલાકાર સાથે મળાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના ઘરમાં 76 કુતરાઓ રાખેલા છે. આ સ્ટાર બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી છે.
મિથુન એક ખૂબ જ અમીર વ્યક્તિ છે. એ જ કારણ છે કે આટલા બધા કુતરા રાખવા તે એફોર્ડ કરી શકે છે. સૂત્રોની જો માનવામાં આવે તો મિથુન ની કમાણી ના વાર્ષિક ટર્નઓવર લગભગ 240 કરોડ રૂપિયા છે.
મિથુન ને વર્તમાનમાં ફિલ્મો થી ભલે દુરી બનાવી લીધી હોય પરંતુ તે પૈસા પોતાના વિભિન્ન હોટલો ના માધ્યમથી કમાઈ છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે Gemini’s Monarch Group ના અંદર મિથુન ની ઘણી બધી હોટલો છે. તેમની વધુ કમાણી અહીંથી જ થાય છે.
આપણે અહીં મિથુન અને તેમના કુતરા પ્રત્યેના લગાવ ની વાત કરવા જઈ રહ્યા છીએ. મિથુન ના મુંબઈમાં બે ઘર છે. એક ઘર બાંદ્રામાં તો બીજું મડ આઈલેન્ડમાં છે. મિથુનના મુંબઈ વાળા ઘરમાં કુલ ૩૮ કુતરા રહે છે. તેમનું કારણ એ છે કે મિથુન એક પશુપ્રેમી વ્યક્તિ છે.
તેમને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ વધુ પ્રેમ છે. મિથુને કુતરાઓ ની દેખરેખ રાખવા માટે એનજીઓ Dog Care Center Kenel Club of India પણ જોઈન્ટ કરેલું છે. કુતરાના સિવાય મિથુનના ઘરમાં ઘણી બીજી અનોખા પક્ષીઓ પણ છે.
ખાસ વાત તો એ છે કે મિથુન પોતાના ઘરમાં બધા જ જાનવરો માટે એસી રૂમ રાખેલા છે. આ રૂમમાં આ જાનવરોને રમવા માટે ઘણી પ્રકારની ગેમ પણ ઉપલબ્ધ છે.
દિવસમાં બધા જ કૂતરાઓને દોરી વડે બાંધી રાખવામાં આવે છે જ્યારે રાત્રે તેમને ખુલ્લા છોડી દેવામાં આવે છે. આટલા બધા કુતરા હોવાના કારણથી મિથુન નું ઘર મુંબઈ માં સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
મિથુનના મુંબઈવાળા ઘરના સિવાય તેમની ઊટી વાળા ઘરમાં 76 કુતરાઓ છે. એવામાં જ્યારે પણ મિથુન ઊટી વાળા મકાન માં જાય છે તો ત્યારે તે આ કુતરાઓ સાથે સારો એવો સમય વિતાવે છે.
એ ઘણી જ સારી વાત છે કે મિથુન જેવા એક્ટર પોતાના પૈસા નો સાચો ઉપયોગ કરી રહ્યા છે. તે પોતાના પશુ પ્રેમ નો સમાજ માં ઘણો જ સારો સંદેશ આપી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો મિથુન છેલ્લીવાર 2015 માં આવેલી ફિલ્મ હવાઈજાદા મા નજર આવ્યા હતા. ત્યારબાદથી તે ફિલ્મોમાંથી ગાયબ છે.
મિથુન ની ઉમર 67 વર્ષ થઈ ચૂકી છે. હવે તે વધુ ફિલ્મ કરવા માંગતા નથી. ઉંમરના આ પડાવમાં વધુથી વધુ સમય પોતાની ફેમિલી અને પાલતું જાનવરો સાથે વિતાવે છે.