આપણે જાણીએ છીએ તેમ સામાન્ય રીતે બોલિવૂડમાં આપણે ઘણા બધા સંબંધો જોયા છે  જેમ કે કપલ ગોલ્સ, બેસ્ટ કપલ્સ, શ્રેષ્ઠ મા-દીકરાની જોડી, કે બાપ-દીકરાની જોડી, કે બાપ-દીકરીની જોડી એવી જ રીતે આજે આપણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો ભાઈ-બહેન પર પણ બની છે અને પરિવાર પર બની છે ત્યારે ભાઈ-બહેનની વાત કરીએ તો એ એક અનોખો જ સંબંધ હોય છે ભાઈ બહેનનો સંબંધ એવો હોય છે કે જેનો કોઈ મોલ હોતો નથી

1) શ્વેતા બચ્ચન – અભિષેક બચ્ચન

a-look-at-the-siblings-of-bollywood

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન ભાઈની લાડકી હોવાની સાથે જ પિતા અમિતાભ બચ્ચનની પણ લાડકી છે તે લેખિકા, જર્નાલિસ્ટ, હોસ્ટ અને મોડલ રહી ચુકી છે વર્ષ 1997માં તેને બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા પણ તેમ છતાં અભિષેક અને શ્વેતા બચ્ચન નંદાનું બોન્ડિંગ હજુ પણ એવું જ છે.

2) તુષાર કપૂર – એકતા કપૂર

a-look-at-the-siblings-of-bollywood

તુષાર કપૂર અને એકતા કપૂર પોતાના સમયના સુપર સ્ટાર રહી ચૂકેલા જીતેન્દ્રના સંતાનો છે બંનેએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી જ ઓળખ બનાવી છે જો કે તુષારનું એક્ટિંગ કરિયર વધુ સારું નથી રહ્યું પણ એકતા કપૂરને નાના પડદાની ક્વીન માનવામાં આવે છે એકતા તુષાર કપૂરની કારકિર્દીને ટ્રેક પર લાવવા માટે કેટલીક ફિલ્મો પણ બનાવી ચુકી છે.

વધુ વાંચો: જાણો ન ભણ્યા હોવા છતાં આજે લોકો ના દિલ પર રાજ કરે છે આ ફિલ્મ સ્ટાર.

3) સૈફ અલી ખાન – સોહા અલી ખાન

a-look-at-the-siblings-of-bollywood

અભિનેત્રી શર્મિલા ટાગોર અને ક્રિકેટર પટૌડીના સંતાનો સૈફ અલી ખાન અને સોહા અલી ખાન વચ્ચેના સંબંધો ખૂબ જ અદભૂત છે સોહા સૈફની નાની બહેન છે, અને સૈફ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે સૈફ અને સોહાને સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સાથે જોવામાં આવે છે.

4) સલમાન ખાન – અર્પિતા ખાન

a-look-at-the-siblings-of-bollywood

સલમાન ખાનને તેની બહેન અર્પિતા ખાન ખૂબ જ વ્હાલી છે અને બોલીવૂડના ભાઈ-બહેનોમાં આ જોડી એક અલગ જ એક્ઝામ્પલ સેટ કરે છે ખાન પરિવારે અર્પિતાને દત્તક લીધી હતી ભલે બંનેનો લોહીનો સંબંધ નથી પણ સલમાન ખાન દુનિયામાં સૌથી વધુ પ્રેમ પોતાની બહેન અર્પિતાને જ કરે છે તે ભલે ફિલ્મોથી દૂર છે પણ ખાન પરિવારની લાડકી હોવાને કારણે તે અવારનવાર ચર્ચાઓમાં આવતી રહે છે.

5) સોનમ કપૂર – હર્ષવર્ધન કપૂર

a-look-at-the-siblings-of-bollywood

સોનમ કપૂર અને હર્ષવર્ધન કપૂર બોલીવૂડના અભિનેતા અનિલ કપૂરના સંતાનો છે ઘણા સમયથી સોનમ કપૂર બોલિવૂડમાં કામ કરી રહે છે જયારે હર્ષવર્ધન કપૂર બોલિવૂડમાં માત્ર બે જ ફિલ્મો કરી છે જો કે સોનમનો સંબંધ તેના કઝીન ભાઈ અર્જુન કપૂર સાથે વધુ છે.

6) ફરહાન અખ્તર – ઝોયા અખ્તર

a-look-at-the-siblings-of-bollywood

ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર બંનેએ ડિરેક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો બંને ઇન્ડસ્ટ્રીના હાર્ડવર્કિંગ લોકો ગણાય છે ઝોયા અખ્તરે કેટલીક સારી ફિલ્મો ડિરેક્ટ કરી છે બંને ખૂબ જ પ્રસિદ્ધ હોવા સાથે જ તેમને હંમેશા એક ટ્રેન્ડ સેટ કર્યો છે તો ફરહાન અખ્તર પણ એક સારો અભિનેતા, ડિરેક્ટર, સિંગર અને એક ટ્રેન્ડ સેંટર છે.

7) શાહિદ કપૂર – સના કપૂર

a-look-at-the-siblings-of-bollywood

શાહિદ કપૂરની બહેન તેના પિતા પંકજ કપૂર અને તેમની બીજી પત્ની સુપ્રિયા પાઠકની દીકરી સના કપૂર સાથેના સંબંધ ખૂબ જ અદભૂત છે એ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને તેમના પ્રેમનો નમૂનો ફિલ્મ શાનદારમાં જોવા મળ્યો હતો આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તેની બહેન સના કપૂરે સાથે કામ કર્યું હતું.

8) શ્રદ્ધા કપૂર – સિધ્ધાંત કપૂર

 

a-look-at-the-siblings-of-bollywood

બોલીવૂડના પ્રસિદ્ધ વિલન શક્તિ કપૂરના સંતાનો એટલે કે બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને તેનો ભાઈ સિદ્ધાંત કપૂર એકબીજા સાથે ખાસ સંબંધ ધરાવે છે બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળે છે શ્રદ્ધા ઘણીવાર કહે છે કે તેનો ભાઈ તેનો સપોર્ટ છે અને હંમેશા તેની સાથે ઉભો રહે છે.

9) સોનાક્ષી સિંહા – લવ-કુશ સિંહા

a-look-at-the-siblings-of-bollywood

શત્રુઘ્ન સિંહાના બાળકો અભિનેત્રી સોનાક્ષી સિંહાના સંબંધ તેના જુડવા ભાઈઓ લવ અને કુશ સિંહા સાથે ખૂબ જ ખાસ છે સોનાક્ષી તેના ભાઈઓ સાથેના તેના સંબંધો વિશે જણાવે છે કે તે પોતાના ભાઈઓને પોતાના બેસ્ટ ફ્રેન્ડ માને છે અને તેની બધી વાતો તે પોતાના ભાઈઓ સાથે શેર કરે છે.

10) ફરાહ ખાન – સાજીદ ખાન

a-look-at-the-siblings-of-bollywood

ફરાહ ખાન અને સાજીદ ખાન એવા ભાઈ-બહેન છે કે જેમને પોતાના દમ પર બોલિવૂડમાં એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે ફરાહ ખાન એક પ્રસિદ્ધ કોરિયોગ્રાફર, ડિરેક્ટર અને ઘણા ટીવી શોમાં જજ તરીકે કામ કરી ચુકી છે, જયારે સાજીદ ખાન પણ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં રહી ચુક્યા છે.

11) કપૂર બ્રધર્સ – સિસ્ટર્સ

a-look-at-the-siblings-of-bollywood

બોલિવૂડમાં સૌથી મોટો પરિવાર કપૂર પરિવાર છે, જેમાંથી ઘણા લોકો બોલિવૂડમાં છે આ પરિવારના ભાઈ-બહેનોના સંબંધ એકબીજા સાથે ખૂબ જ સારા છે કરિશ્મા કપૂર અને કરીના કપૂર કઝીન ભાઈ રણબીર કપૂર અને આદર જૈન અને અરમાન જૈન સાથે ખૂબ જ સારા સંબંધ ધરાવે છે આ લોકોને ઘણીવાર એકસાથે જોવામાં આવે છે.

12) અર્જુન કપૂર – જાહ્નવી કપૂર

a-look-at-the-siblings-of-bollywood

અર્જુન કપૂર હવે પોતાની સાવકી બહેનો સાથે સારા સંબંધ શેર કરે છે પરંતુ પહેલા એવું ન હતું શ્રીદેવીના મૃત્યુ બાદ અર્જુન કપૂર તેની સાવકી બહેનો જાહ્નવી અને ખુશીને ખૂબ જ સપોર્ટ કર્યો હતો.

13) સારા અલી ખાન – ઇબ્રાહિમ અલી ખાન

a-look-at-the-siblings-of-bollywood

સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાનને લૂક્સ તેમના માતાપિતા તરફથી મળ્યા છે આ બંને ભાઈ બહેન વચ્ચે ખુબજ સારા સંબંધ છે ઇબ્રાહિમ તેમના પિતા સૈફ જેવો દેખાય છે અને સારા તેની માતા અમૃતા જેવી દેખાય છે સારા ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા પર તેના ભાઈ સાથેની તસ્વીર શેર કરતી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here