આજકાલ આ ભીડ ભરેલી દુનિયા માં લોકો દેખાદેખી વધારે કરે છે. દરેક વસ્તુ ને ફેશન સાથે તોલે છે , તે સાચું હોય કે ખોટું. આજકાલ લોકો માં એક એવું ચલણ ચાલી પડ્યું છે કે બધા લોકો હાથ માં કાળો દોરો બાંધવા લાગ્યા છે પરંતુ એમાંથી ઘણા લોકો એ નથી જાણતા કે તેનો દુષ્પ્રભાવ પણ પડી શકે છે.
બધી રાશિ ઓના ગૃહ અલગ અલગ હોય છે. તેથી તેની દિશા અને ચાલ પણ અલગ અલગ હોય છે.
તેથી રાશિ ના અનુસાર જ દોરો બાંધવો જોઈએ નહિતર તેની ખરાબ અસર પણ જોવા મળી શકે છે. રાશિ ઓની અમે વાત કરી રહ્યા છીએ તે મેષ અને વૃશ્ચિક રાશિ છે.
આ રાશિ ના લોકો ને ક્યારેય પણ કાળા દોરા ને હાથ , પગ કે શરીર ના અન્ય ભાગ પર ન બાંધવા જોઈએ. કારણ કે આ રાશિ ઓનો સ્વામી મંગળ હોય છે.
મંગળ ગ્રહ ને કાળી વસ્તુ કદી પસન્દ નથી આવતી.
જો કોઈ માણસ કાળા દોરો બાંધે છે તો તેના મંગળ કારક પ્રભાવ વિપરીત પરિણામ આપે છે. તેમના જીવન માં સારું થવાના બદલે ખરાબ થવા લાગે છે.
તેથી આ રાશિ ના લોકો ને કદી કાળા દોરા ને બાંધવો ન જોઈએ.