તેલના અનેક પ્રકારના મળતા હોય છે. જેમકે સરસવનું તેલ, નાળિયેરનું તેલ, મગફળી, સૂર્યમુખી, જૈતુન, સોયા વગેરે. તેલનો ઉપયોગ રસોઈ ઉપરાંત પૂજામાં પણ થતો હોય છે.

આ તેલ ઉપરાંત સ્વાસ્થ્ય માટે લીમડાનું, એરંડાનું, ચમેલીનું, બદામનું વગેરે તેલ ઉપયોગમાં લેવાય છે. પરંતુ આજે તેલના કેટલાક ટુચકા વિશે આપણે જાણકારી મેળવીશું જે સચોટ છે અને તેને અજમાવવાથી લાભ અવશ્ય થશે.

ચમેલીનું તેલ
હનુમાનજીને દર મંગળવારે અને શનિવારે સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું. ઉપરાંત નિયમિત હનુમાનજીને ધૂપ-દીપ કરવા જોઈએ. આમ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

સરસવનું તેલ
એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં પોતાનું મુખ જોઈ અને તેને સાંજના સમયે શનિદેવના મંદિરમાં રાખી આવવું. આ ઉપાય શનિવારે કરવાથી વિશેષ લાભ મળે છે.

તલનું તેલ
તલના તેલથી સતત 41 દિવસ સુધી પીપળાના ઝાડ પાસે દીવો કરવો. આ ઉપાય અસાધ્ય રોગોમાંથી પણ છૂટકારો આપે છે.

મનોકામના પૂર્તિ માટે ઉપાય
પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો સતત 41 દિવસ સુધી પ્રજ્વલિત કરવો. તેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here