દરેકના જીવનમાં સુખ અને દુખ તો આવતા જ હોય છે. કોઈ એવું નથી કે જેના જીવનમાં માત્ર સુખ જ હોય કે માત્ર દુખ જ હોય છે. પણ હા જો તમારા નસીબ સારા હશે તો સુખનું પ્રમાણ વધુ હોય શકે છે. જોકે મહેનત વગર કોઈને ફળ મળતું જ નથી તેથી સુખી થવા માટે આપણે જ મહેનત કરવી પડે છે.
અને જો જ્યોતિષવિદ્યાનું માનીએ તો અમુક રાશીઓ ના ગ્રહની સ્થિતિ પરથી તેના સુખ દુખ વિશે જાણી શકાય છે. જેમાં ઘણા લોકો ભાગ્યશાળી હોય છે જેને ઓછી મહેનતે વધુ સુખ પ્રાપ્ત થાય છે. જયારે અમુકના જીવનમાં સુખ ઘણી મહેનત બાદ આવે છે. તે લોકોને સુખ મેળવવા ઘણી મુશ્કેલીઓથી પસાર થવું પડે છે. તો ચાલો વિગતે જાણીએ…
મેષ :
આ રાશિના લોકોની કિસ્મત એવી હોય છે કે હાથમાં આવેલ વસ્તુ પણ તેની પાસેથી ચાલી જાય છે. હંમેશા આખરી સમયે તેની કિસ્મત તેને દગો આપે છે. પહેલા તેને એવું લાગવા જ લાગે છે કે બસ કામ બની જવાનું છે, જોકે કામ પણ પૂર્ણ થવાની તૈયારી પર હોય છે અને કોઈ સમસ્યા આવી જાય છે અને તેનું આ કાર્ય અધૂરું જ રહી જાય છે.
પછી તો ઘણો સમય રાહ જોવાથી અને આકરી મહેનતથી કામ પૂર્ણ થાય છે અને તેને સુખ મળે છે. જો તમારી સાથે પણ એવું થતું હોય તો તમે દર બુધવારે ગણેશજીના નામનું વ્રત રાખો અને સવાર સાંજ ઘી નો દીવો કરો.
કર્ક :
આ રાશિના લોકોને પણ આસાનીથી સુખ નથી મળતું. તેની કિસ્મત હંમેશા એવો ખેલ ખેલે છે કે તેનું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઇ જાય છે. તેની સાથે સૌથી મોટી સમસ્યા એ રહે છે કે તે લાંબા સમય સુધી ખુસ કે સુખી રહી નથી શકતા.
તેની એક સમસ્યા પૂરી ન થાય ત્યાં બીજી સમસ્યા ઉભી જ હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે દર સોમવારે ભગવાન ભોળાનાથને જળ ચઢાવો અને તેના નામનું વ્રત પણ રાખો. અને સવાર સાંજ પૂજા પણ કરો.
તુલા :
આ રાશિના લોકોને સુખ મેળવવા માટે ખુબ જ સ્ટ્રગલ કરવું પડે છે. તેનો હક હંમેશા કોઈને કોઈ છીનવી જ લે છે. તેનું એક કારણ એ પણ છે કે તેના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે. જે તેને શાંતિથી જીવવા નથી દેતા અને હંમેશા તેના કામ બગડવાની કોશિશ કરતા રહે છે.
જો તમે પણ આ પરેશાનીથી પરેશાન છો તો મંગળવારે અને શનિવારના દિવસે હનુમાનજી ને તેલનો દીવો કરવો અને તેના નામનું વ્રત રાખો. અને જો તમારા દુશ્મન વધુ પડતા પરેશાન કરે તો ઘરમાં સુંદરકાંડનો પાઠ પણ કરાવી જેથી તમારી સમસ્યા દુર થઇ જશે.