આપણે ઘણા બાળકો એવા જોતા હોઈએ છીએ કે પૈસાની અછતના કારણે કોચિંગ મેળવી શકતા નથી એટલે તે જાતે જ તૈયારી કરીને સફળતા મેળવતા હોય છે. તેવો જ કિસ્સો યુપીના બલિયા નજીક ચાંદપુર ગામમાં રહેતા અમિત સિંહ સાથે થયો હતો. અમિતના પિતા અનિલ કુમાર યુપી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ એસપી તરીકે પ્રતાપગઢની ઓફિસમાં ફરજ બજાવતા હતા.
અમિતનું પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ થયું હતું અને અમિતે બારમા ધોરણ પછી બી.ટેકનો અભ્યાસ કરીને ગુડગાંવની એક કંપનીમાં નોકરી ચાલુ કરી હતી, અમિતના પિતાની સરકારી નોકરી હોવા છતાં તેઓ બાળકોના અભ્યાસ પાછળ એટલા પૈસા ખર્ચ કરતા હતા કે અમિતના પિતા ઇચ્છે તો પણ ઘર લઈ શકતા ન હતા.
અમિતના પિતાનું એક સપનું હતું કે તેમનું પોતાનું ઘર હોવું જોઈએ. અમિતને પણ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને અમિતને નોકરી દરમિયાન કમળો થઇ ગયો હતો. એટલે અમિતને ગંભીર રોગની સારવાર માટે ઘરે પરત આવવું પડ્યું હતું અને જયારે બે મહિના પછી તેની તબિયતમાં સુધારો થયો ત્યારે અમિતે ફરીથી નોકરીમાં જવાનું વિચાર્યું હતું.
પરંતુ અમિતની શારીરિક રીતે તબિયત એટલી બધી સારી ન હતી કે તે ફરીથી નોકરી પર જઈ શકે એટલે અમિતે આવી પરિસ્થિતિમાં પરીક્ષાઓની તૈયારી કરવાનું ઘરે રહીને જ વિચાર્યું અને અમિતે ઘરે થીજ યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી વગર કોઈ કોંચીંગે.
અમિતે માત્ર ચાર મહિનાની તૈયારી સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને જાહેર થયેલા રિઝલ્ટમાં ઓગણીસમાં નંબરે પાસ થયો હતો. આથી અમિતે સખત મહેનત સાથે અધિકારી બનીને દેશમાં તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું.