ભાઈ અને બહેને એક સાથે જોયેલું સપનું સાથે જ પૂરું કર્યું, જેમાં બહેન CA ની પરીક્ષામાં ભારતમાં ટોપ આવી અને ભાઈએ પણ ૧૮ માં ક્રમાંકે પાસ કરીને માતા-પિતાનું નામ રોશન કર્યું.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે સારી પરીક્ષાઓ માં પાસ થઈને સફળતા મેળવતા હોય છે અને દેશમાં માતાપિતાનું નામ રોશન કરતા હોય છે, તેવો જ કિસ્સો મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં રહેતી ઓગણીસ વર્ષની નંદિની અગ્રવાલ અને તેના મોટા ભાઈ સચિન અગ્રવાલ સાથે થયો હતો. આ બંને ભાઈ બહેન સીએની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

આ બંને ભાઈ બહેને એ સખત મહેનત કરીને સીએની પરીક્ષા પાસ કરી હતી. એમાં નંદિની અગ્રવાલે સીએની પરીક્ષામાં 800 માંથી 614 ગુણ મેળવ્યા હતા અને તેનો મોટો ભાઈ સચિન અગ્રવાલે 568 માર્ક્સ મેળવ્યા હતા.

આથી બંને ભાઈ બહેનમાં નંદિની અગ્રવાલે ટોપ કર્યું હતું અને સચિન અગ્રવાલ અઢાર માં નંબરે ઉતીર્ણ થયો હતો.આથી પરિવારના લોકોએ આ બંને ભાઈ -બહેનની સખત મહેનત સાથેની સફળતા જોઈને બધા પરિવારના લોકો ખુશીની લહેરની ઉજવણી કરી રહ્યા હતા.

ખરેખરમાં આ બંને ભાઈ – બહેનોને મોરેનાની વિક્ટર કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી વખતે બંને ભાઈ બહેનએ મળીને બારમાં ધોરણમાં પણ ટોપ કર્યું હતું. આથી આ સફળતા જોઈને ઘણા લોકોએ નંદિની અને તેના ભાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ બંને ભાઈ બહેનની ઉંમરમાં બે વર્ષનું અંતર હતું તો પણ બંનેએ સાથે મળીને બોર્ડની પરીક્ષા આપી હતી. આથી આ બંને ભાઈ બહેનની સફળતા જોઈને બધા લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા અને આ બંને ભાઈ બહેનને મળીને દેશમાં તેમના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *