આ વખતે નવરાત્રીમાં 58 વર્ષ બાદ શનિ સ્વરાશિ મકર અને ગુરુ સ્વરાશિ ઘનમાં રહેશે. આ ઉપરાંત આ વખતે ઘટસ્થાપના પર પણ વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે.

ધર્મભક્તિ ડેસ્કઃ અધિકમાસ (Adhik maas 2020) સમાપ્ત થવાની સાથે 17 ઓક્ટોબર 2020થી શરદ નવરાત્રી (Navratri 2020) શરૂ થશે. શરદ મહિનાના શુક્લ પક્ષની એકમથી શરૂ થનારી નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થશે. નવરાત્રી દરેક દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે નવરાત્રીમાં આ વખતે 58 વર્ષ બાદ એક ખૂબ જ શુભ સંયોગ (Shubh sanyog) બનવા જઈ રહ્યો છે.

એર વિદ્વાન જોતિષના જણાવ્યા પ્રમાણે આ વખતે નવરાત્રીમાં 58 વર્ષ બાદ શનિ સ્વરાશિ (Shani) મકર અને ગુરુ (Guru) સ્વરાશિ ઘનમાં રહેશે. આ ઉપરાંત આ વખતે ઘટસ્થાપના પર પણ વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ મહાસંયોગ (Mahasanyog) અનેક લોકોની ઝોલીમાં ખુશીઓ ભરી શકે છે.

નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. જવ વાવવાની સાથે અખંડ જ્યોતિ પણ પ્રગટાવવામાં આવે છે. પૂરા વિધિ વિધાનથી નવરાત્રીના વ્રત રાખનાર લોકોને માતા દુર્ગાના આશિર્વાદથી લાભ પ્રાપ્ત થાય છે.

ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત (Ghat sthapna shubh muhurt): 17 ઓક્ટોબર 2020ના દિવસથી શરૂ થતી નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. જેનું મુહૂર્ત સવારે 6 વાગ્યાને 10 મિનિટનું છે. જો તમે કોઈ કારણસર આ સમયે ઘટસ્થાપના ન કરી શકો તો આ તિથિએ સવારે 11 વાગ્યેને 02 મિનિટથી 11 વાગ્યાને 49 મિનિટ વચ્ચે ઘટસ્થાપના કરી શકો છો.

કેવી રીતે ઘટસ્થાપના કરવી: વાસ્તુના હિસાબથી ઘરમાં પૂજાસ્થળ હંમેશા ઉત્તર-પૂર્વ દિશમાં હોવું જોઈએ. એટલા માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ઘટસ્થાપના કરવી. ચોકી ઉપર લાલરંગનું કપડવું બિછાવવું અને કુમકુમથી એક સ્વસ્તિક જરૂર બનાવવો. ત્યારબાદ માતા દુર્ગાની પ્રતિમાને સ્થાપિત કરો.

બીજા કયા કયા ખાસ સંયોગ બની રહ્યા છે? નવરાત્રીમાં આ વખતે બીજા અન્ય ખાસ સંયોગ બની રહ્યા છે. રાજયોગ, દિવ્ય પુષ્કર યોગ, અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ શારદીય નવરાત્રીને ખાસ બનાવી રહ્યા છે.

આ દરમિયાન તામા દુર્ગાને લાલ વસ્ત્ર, ફળ અને ફૂલ અર્પિત કરવાથી ખૂબ જ લાભ મળશે. આ વચ્ચે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તમારી મનોકામનાઓ પણ પુરી થઈ શકે છે. જોકે આ વખતે કોરોના વાયરસની મહામારીના કારણે ગરબાના આયોજન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here