કોઈ ડ્રાયફ્રૂટના ઍટી-ઑક્સીડેંટ વેલ્યુની વાત આવે ત્યારે સૌપ્રથમ અખરોટનું નામ આવે. અખરોટમાં સારા પ્રમાણમાં ઍટી ઓક્સીડેટ હોવાને કારણે તે આપણા શરીરના સ્વાસ્થ માટે ખૂબ ઉપયોગી હોય છે.
બીજા ડ્રાય ફુટની તુલનામાં અખરોટમાં બહુ જ સારો ઍટી ઓક્સીડેટ છે.અખરોટમાં વધારે પ્રમાણમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ આપણા મગજની એક્ટિવિટી વધારવામાં મદદ કરે છે. અખરોટમાં આયોડીન અને સેલેનિયમ પણ હોય છે.જે મગજને સ્વસ્થ રાખે છે જેના કારણે અખરોટ એક સારા બ્રેઈન ફૂડ તરીકે પણ મનાવવામાં આવે છે.
ઓમેગા- 3 ફેટી એસિડ આપના હાડકા માટે પણ ઘણું સારું મનાય છે. ઓમેગા-૩ ફેટી એસિડમાં જે આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, તે હાડકાંના થનાર નુકસાનને ઘટાડીને આપણને આસ્ટિયોપોરોસીસ થી બચાવે છે.
28 ગ્રામ અખરોટના સેવનથી ૧૦૦ ટકાથી વધુ ઓમેગા-૩ ફેટી એસિડ મળે છે. અખરોટમાં વિટામિન A B6, થાપામિન, રિબોફર્લવિન , ફોલેટ અને થોડી માત્રમાં કેરોટીનોઈડ્સ પણ હોય છે.
અખરોટમાં પોષક તત્વ જેવા કે કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઝિંક, કોપર પણ હોય છે જે આપણા શરીરને સ્વચ્છતા જાળવી રાખવા માટે જરૂરી હોય છે.