છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડ અભિનેત્રી જૈકલિન ફર્નાડિસ અને અર્જુન કપૂરના અફેરની ચર્ચાઓ ભારે જોરશોરથી શરૂ થઈ છે. શ્રી લંકન બ્યૂટી તરીકે જાણીતી અભિનેત્રી જેક્વેલિન ફરનાન્ડિસે એવી સ્પષ્ટતા કરી હતી કે મારી અને અર્જુન કપૂરની વચ્ચે કોઇ અફેર ચાલી રહ્યો નથી. હું એની સાથે ડેટિંગ કરી રહી નથી.

મિડિયાના એેક હિસ્સામાં અમારી વચ્ચે લવ અફેર હોવાનો રિપોર્ટ પ્રગટ થયો છે. પરંતુ એ રિપોર્ટ સાચો નથી. અમે એકબીજાના પ્રેમમાં નથી કે ન તો હું એની સાથે ડેટિંગ કરી રહી છું. અમે ફક્ત સારા દોસ્ત છીએ’ એમ જેક્વેલિને કહ્યું હતું.

જૈકલિને જણાવ્યું છે કે હું બોલિવૂડમાં સાવ નવી સવી હતી અને કોઇને ઓળખતી નહોતી ત્યારે સોનમ કપૂર મારી મિત્ર હતી અને પહેલીવાર સોનમે મારી અર્જુન સાથે ઓળખાણ કરાવી હતી. આજે પણ સોનમ મારી ફ્રેન્ડ છે.સોનમે અમારી સેટિંગ કરાવી એ વાત પણ પાયાવિહોણી છે.

બોલિવૂડમાં માત્ર અર્જુન સાથે જ નહીં પણ વરૂણ સાથે પણ તેની મિત્રતા સોનમના કારણે થઈ હતી. આ મુલાકાતમાં જ તેણીએ હળવા અંદાજમાં તેના પ્રેમ વિશે પણ વાત કરી હતી. તેણે મજાક કરતાં કરતાં કહ્યું કે, “મારા જીવનનો પ્રેમ મારી વહાલી મીયૂ છે, બાકી મારી અને અર્જુન વચ્ચે તો એવું કંઈ જ નથી”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here