બહિર્મુખી લોકોને વધારે ઉદ્ધત અને અભિમાની તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આવાં લોકોને જીવનમાં કેટલાક ફાયદા પણ થાય છે જેમ કે, તેઓ સેક્સ માણવામાં વધારે અનુકૂળતા ધરાવે છે તેમ સંશોધનકારોએ તારણ પરથી જણાવ્યું છે. આ બાબત બહિર્મુખી મહિલાઓને પણ લાગુ પડે છે અને તેવાં લોકો આંતરમુખી પ્રતિભા ધરાવતાં લોકો કરતાં બે ગણું વધારે સેક્સ માણી શકે છે.
અધ્યયનમાં બીજી રસપ્રદ વાત એવી સામે આવી છે કે, હંમેશાં અભિમાની મનાતાં બહિર્મુખી લોકો બેડરૂમ અંગેની અન્ય લોકો કરતાં વધારે વાતો કરે છે. વધુ જાણવા મળ્યું કે, આવી પ્રતિભાવાળાં લોકો વાતચીતમાં વધારે રસ દાખવે છે.
આવાં લોકો પ્રેમની વાતો અને તેની ચર્ચામાં વધારે રસ દાખવી ધ્યાનપૂર્વક તેનું અધ્યયન કરે છે. આ અગાઉનાં સંશોધનમાં સેક્સ માણવાની બાબતમાં આંતરમુખી લોકોનું બહિર્મુખી કરતાં વધારે પ્રમાણ દર્શાવાયું હતું.
વેંકુવરમાં એક કોન્ફરન્સ દરમિયાન પર્સનાલિટી સાઇકોલોજિસ્ટ બ્રાયન લિટલે આ અંગેનાં તારણો કાઢયાં છે. લિટલે સંશોધનમાં તારવ્યું કે, બહિર્મુખી પુરુષો અને મહિલાઓ આંતરમુખી કરતાં વધારે સેક્સ માણી શકે છે. પશ્ચિમ જર્મનીની યુનિર્વિસટીના વિદ્યાર્થીઓ પર તેમનાં વ્યક્તિત્વનાં ધોરણો ચકાસવામાં આવ્યાં હતાં.
પરીક્ષણમાં બહિર્મુખી અને આંતરમુખી વિદ્યાર્થીઓને બે ભાગમાં વહેંચીને તેમને તેમની સેક્સી જીવન વિશે સવાલો કરવામાં આવ્યા હતા. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, બહિર્મુખી લોકોના જણાવ્યા અનુસાર તેઓ મહિનામાં ૫.૫ વખત સરેરાશ સેક્સ માણે છે જ્યારે તેમની સરખામણીમાં આંતરમુખી લોકો ૩.૩ વખત સરેરાશ સેક્સ માણે છે. બહિર્મુખ મહિલાઓ પણ મહિનામાં ૭.૫ વખત સેક્સ માણે છે જ્યારે આંતરમુખી મિહલાઓ મહિનામાં ૩.૧ વખત સેક્સ માણે છે.