ઇતિહાસની એવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચવા મળે છે, જેઓ તેમની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતી. જો કે, તે તેની સુંદરતા જાળવવા માટે ઘણા આવા વિચિત્ર કામ પણ કરતી હતી.

તમે હંમેશાં ઘણીવાર લોકોને પાણી, ગાય અથવા ભેંસના દૂધથી નહાતા જોયા અને સાંભળ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવી પણ રાણી હતી જે ગધેડીના દૂધથી નહાતી હતી. આ માટે તે દરરોજ 700 ગધેડીનું દૂધ મંગાવતી હતી.આ રાણી માત્ર તેની સુંદરતા માટે જ જાણીતી નથી પરંતુ તેનું જીવન પણ રહસ્યમય હતું.

ઇજિપ્તની રાજકુમારી ક્લિયોપેટ્રા સુંદરતાની દેવી પણ કહેવાતી હતી. ક્લિયોપેટ્રા માત્ર તેની સુંદરતા માટે જ જાણીતી નથી પરંતુ તેમનું જીવન પણ ખૂબ રહસ્યમય હતું. જે આજે પણ સંશોધકોને તેમની તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા જેટલી સુંદર હતી,તેના કરતાં ઘણી વધારે હોંશિયાર અને કાવતરાખોર હતી.

તેના પિતાના મૃત્યુ પછી, 14 વર્ષની વયે ક્લિયોપેટ્રા અને તેના ભાઈ ટોલેમી દિયોનિસસને સંયુક્ત રીતે રાજ્ય મળ્યું. ભાઈને રાજ્ય પર ક્લિયોપેટ્રાની સત્તા સહન ન થઈ અને બળવો કર્યો. ક્લિયોપેટ્રાએ તેની સત્તા ગુમાવી અને સીરિયામાં આશરો લીધો, પરંતુ આ રાજકુમારી હાર માની નહિં. રોમના શાસક જુલિયસ સીઝરને તેના મોહમાં ફસાવીને ક્લિયોપેટ્રાએ ઇજિપ્ત પર આક્રમણ કરાવ્યું. સીઝરએ ટોલેમીને મારીને ક્લિયોપેટ્રાને ઇજિપ્તની ગાદી પર બેસાડી.

એવું કહેવામાં આવે છે કે ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે તે રાજાઓ અને સૈન્ય અધિકારીઓને તેની સુંદરતાની જાળમાં ફસાવીને તેની પાસે પોતાના બધા કામ કરાવતી હતી. એટલું જ નહીં, તેને વિશ્વની 12 થી વધુ ભાષાઓનું જ્ઞાન પણ હતું. આ જ કારણ હતું કે તે ટૂંક સમયમાં કોઈની સાથે જોડાઈ જતી અને તેના બધા રહસ્યો જાણી લેતી હતી.

ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડીનું દૂધ મંગાવતી હતી અને તેનાથી નહાતી હતી, જેનાથી તેની ત્વચા હંમેશા સુંદર રેહતી હતી. તાજેતરમાં જ થયેલા સંશોધનમાં આ વાત સાબિત થઈ છે. તુર્કીમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ એક સંશોધન દરમિયાન જ્યારે ઉંદરોને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું હતું, ત્યારે ગાયનું દૂધ પીતા ઉંદરો વધુ ચરબીવાળા દેખાતા હતા.તે આ સાબિત કરે છે કે ગધેડીના દૂધમાં ગાયના દૂધ કરતા ઓછી ચરબી હોય છે.

એવું કહેવામાં આવે છે કે ક્લિયોપેટ્રા ઇજિપ્ત પર શાસન કરનાર છેલ્લી હતી. જોકે તે આફ્રિકન, કોકેશિયન કે યુનાની હતી, તે હજી એક રહસ્ય જ છે.તેના પર આજ સુધી સંશોધન ચાલુ છે. ક્લિયોપેટ્રાનું 39 વર્ષની વયે જ અવસાન થયું, પરંતુ તેનું મૃત્યુ કેવી રીતે થયું તે આજ સુધી એક રહસ્ય છે. કેટલાક લોકો માને છે કે ક્લિયોપેટ્રાએ સાપ પાસે ડંખ લગાવીને આત્મહત્યા કરી હતી, જ્યારે કેટલાક લોકો કહે છે કે ડ્રગ્સ (ઝેર) ના સેવનથી તેનું મૃત્યુ થયું છે.આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સાપ કરડાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…

અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ  ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here