જો સ્વસ્થ્ય જીવન જીવવું હોય, પેટના રોગોથી બચવું હોય તો ભોજન કર્યા બાદ પાણી પીવાનું બંધ કરવું જોઇએ. તો તમે પુછશો કે, પાણીના બદલે બીજું કંઇ પી શકાય, તો જવાબ છે હાં. મહર્ષિ વાગભટ્ટ જીએ લખેલા સુત્રમાં પ્રથમ સુત્રમાં લખ્યું હતું કે ‘ભોજનાન્તે વિષમભારી’ મતલબ કે, ભોજનના અંતે પાણી પીવું વિષ સમાન છે.

બીજી વાત એ કહી કે જો ભોજન પછી કંઇક પીવું જ હોય તો તમે છાશ કે લસ્સી પી શકો છો. ભોજન પછી દૂધ પણ પી શકાય છે અને કેટલાંક ફળો પણ ખાઇ શકાય. પણ પાણી પીવું જોઇએ નહીં.જો તમે ભોજન કર્યાં બાદ કંઇક પીવા ઇચ્છતા હોય તો ત્રણ વસ્તુઓ ફ્રૂટ જ્યૂશ, દૂધ કે છાશ-લસ્સીમાંથી કોઇ એકની પસંદગી કરવી. ભોજન કર્યાના ઓછામાં ઓછામાં એકથી દોઢ કલાક બાદ પીવું જોઇએ. કેટલાંક લોકની ફરિયાદ હોય છે કે, ખોરાક ગળામાં અટકી ગયું હોય તો શું કરવું. આ માટે તમારે શાંતિથી અને ધીમે-ધીમે ચાવીને ભોજન કરવું જોઇએ.આમ તો દૂધ, છાશ, ફ્રૂટ જ્યૂશ અને લસ્સી પીવાનો પણ સમય નિશ્ચિત છે અને ગમે તે સમયે તેનું સેવન કરી શકાય નહીં. સવારે નાસ્તા બાદ ફ્રૂટ જ્યૂશ પીવાનું રાખવું જોઇએ અને બપોરે ભોજન કર્યા બાદ છાશ કે લસ્સી પીવાનું રાખો. તો રાત્રે ભોજન કર્યા બાદ દૂધ પીવું જોઇએ. સવારમાં ક્યારેય દૂધ અને રાત્રે ક્યારેય છાશ તેમજ બપોરે ફ્રૂટ જ્યૂશ પીવું જોઇએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here