સાંભળવામાં એકદમ અજીબ લાગે કે ભીના મોજા પહેરીને સૂવાથી ફાયદો થાય પરંતુ આ સાચી વાત છે. તાવ,શરદી જેવી ઘણી બીમારીમાં આ અકસીર ઉપચાર છે. બીમારીમાં દવાઓથી કામ થઈ જતું હોય છે પરંતુ આપણે ઘરગથ્થુ ઉપાયો કે દાદીમાના નુસખા અજમાવતાં હોઈએ છીએ. એવો જ આ પણ નુસખો છે. તો જોઈએ તેનાથી કયા કયા ફાયદા થાય છે.
તાવ ઓછો થાય
જોતમને બહું જ તાવ આવતો હોય અને શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હોય તો તમે ભીના મોજા પહેરીને સૂઈ શકો છો. એક બાઉલમાં બે ગ્લાસ પાણી અને એક ચમચી વિનેગર નાંખીને હલાવો. તેમાં ઉનના મોજા પલાળીને નિચવી લો અને તેવા મોજા પહેરીને સૂઈ જાવે. 40 મિનિટની અંદર તમારા શરીરનું તાપમાન ઓછુ થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
કફ ઓછો કરે
ભીના મોજા પહેરીને સૂવાથી કફ પણ જતો રહે છે. એક બાઉલમાં 2 કપ દૂધ લો અને તેમાં એક ચમચી મધ અને મોટી ડુંગળી નાંખો આ મિશ્રણને 15 મિનિટ આવું જ રહેવા દો અને પછી તેમાં મોજા ડુબાડીને નિચોવી દો. આવા મોજા આખી રાત પહેરીને સૂવાથી કફમાં રાહત મળે છે.
પાચનશક્તિ
કાળુ જીરૂ અને વરિયાળીને મેળવીને 15 મિનિટ ઉકાળો અને તેમાં મોજા નાંખી નિચોવીને આવા મોજા પહેરી લો. આનાથી તમારી પાચનની સમસ્યા અડધા કલાકમાં ગાયબ થઈ જશે.
કબજિયાત
ભીના મોજા પેહરીને સૂવાના કારણે પેટ સાફ કરે છે. પાણીમાં અડધો પીસ માખણ, અડધુ સફરજન,એક ચમચી મધ અને એક ચમચી અળસીને એક બાઉલમાં મેળવી લો. તેમાં ઓછું પાણી નાંખી પેસ્ટ બનાવો. આમાં મોજો નાંખીને તેમાંથી વધારાનું પાણી નીકાળી પહેરી લો. આખી રાત પહેરવાથી સવાર સુધીમાં પેટ સાફ થઈ જશે.