સામાન્ય રીતે બાળકને બાળપણથી જ શીખવવામાં આવે છે કે શિક્ષણનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે પરંતુ વાત જ્યારે બોલિવૂડની આવે છે તો અહીંયા કંઈ પણ શક્ય છે હકીકતમાં પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરવા વાળી ઘણી બોલિવૂડની અમુક હસ્તીઓ એવી છે જેમણે ગ્રેજ્યુએશન પણ કરેલ નથી આજે તમને બોલીવુડના અમુક એવા સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ ઓછો અભ્યાસ કરેલો છે.

એશ્વર્યા રાય બચ્ચન:-
movie-star

હોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા પોતાના સ્કૂલના દિવસોમાં હંમેશા ટોપર રહી હતી અને એક ખૂબ જ સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે અભ્યાસમાં પણ તે ખૂબ જ આગળ રહી હતી જોકે કારકિર્દી બનાવવા માટે તેઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહીં ધોરણ ૧૨ પછી જ તેમણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું અને મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો ત્યારબાદ તેમને ઘણી ફિલ્મોના ઓફર્સ મળવા લાગ્યાં હતા તેવામાં તેઓ પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નહીં.

દિપીકા પાદુકોણ :-

movie-star

દીપિકા પાદુકોણનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં આવે છે પરંતુ જ્યારે તેના અભ્યાસની વાત આવે તો આ બાબતમાં તેઓ ખૂબ જ પાછળ છે તેમણે ફક્ત ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે દીપિકાએ ગ્રેજ્યુએશન માટે અપ્લાય કર્યું હતું પરંતુ તે દરમિયાન મોડલિંગ અને એક્ટિંગના એટલા ઓફર્સ મળ્યા કે તે કારકિર્દીમાં આગળ નીકળી ગઈ અને તેમનો અભ્યાસ પાછળ રહી ગયો.

પ્રિયંકા ચોપડા:-

movie-star

બોલીવુડ થી લઈને હોલિવૂડમાં પોતાના અભિનયથી ઝંડો લહેરાવવા વાળી પ્રિયંકાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેણે ફક્ત ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે ત્યારબાદ તેઓએ ગ્રેજ્યુએશન માટે પણ એપ્લાય કર્યું હતું પણ તે દરમિયાન તેમને મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લીધો અને આખરે આ એવોર્ડ પણ તેણે પોતાના નામે કરી લીધો હતો ત્યારબાદથી જ તેમને મોડલિંગ અને એક્ટિંગના ઓફર મળવા લાગ્યા અને આ બધાની વચ્ચે પ્રિયંકાનો અભ્યાસ અધૂરો રહી ગયો.

આલિયા ભટ્ટ:-

 

બોલિવૂડમાં પોતાની ક્યુટનેસ ને કારણે મશહૂર આલિયા ભટ્ટએ ફક્ત ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે અને ત્યારબાદ તેણે એક્ટિંગમાં પોતાની કારકિર્દી શોધવાની શરૂ કરી દીધી હતી તેમણે ૨૦૧૨માં રીલિઝ થયેલી કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર”થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી આ ફિલ્મએ આલિયાની સૌથી પહેલી ફિલ્મ હતી આલિયા તે સમયે ફક્ત ૧૯ વર્ષની હતી આલિયા અભ્યાસમાં ભલે આગળ નીકળી શકી નહીં પરંતુ એક્ટિંગમાં તે બધાને જોરદાર ટક્કર આપી રહી છે.

કેટરીના કેફ:-

movie-star

કેટરીના કેફએ બોલિવૂડની એક માત્ર એવી અભિનેત્રી છે જે ક્યારેય સ્કૂલમાં ગઈ નથી તે પોતાના માતા-પિતાના કામને કારણે તેમણે ઘણા અલગ-અલગ દેશોમાં રહેવું પડ્યું હતું જેના કારણે તેઓ ક્યારેય પણ સ્કુલ જઈ શક્યા નહીં અને તેનો અભ્યાસ ઘરે રહીને જ કરાવવામાં આવ્યો ત્યારબાદ તેમને ખૂબ જ નાની ઉંમરમાં જ મોડલિંગની ઓફર આવવા લાગી તેથી કેટરીનાએ પણ અભિનય તરફ પગલાં આગળ વધાર્યા અને પછી ક્યારેય અભ્યાસ તરફ પાછળ વળીને જોયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here