રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. જેનુ એક જ કારણ છે ચેનની શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. જો કે ડોક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે ફિટિંગવાળી બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યાતાઓ વધી જાય છે.

મતલબ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી. પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરીને તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો.

તમને જણાવી દઇએ કે, ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે. આ ઉપરાંત જો તમારી બ્રેસ્ટ મોટા આકારની છે તો તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતા સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે. જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા વધી જાય છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.

આમ તો તમારે રાત્રે બ્રા કાઢીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેન્ટેશન વધી જાય છે. તેથી જો તમે ફિટ બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરવાનું રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here