એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ગાજરનાં વધુ સેવનથી મહિલાઓેને થતા બ્રેસ્ટ કેન્સરના ખતરાને ૪૦થી ૬૦ ટકા સુધી ઘટી શકે છે. સંશોધનમાં ગાજરમાં બીટા-કેરોટીનનાં તત્ત્વો રહેલાં હોય છે, જેને કારણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના ખતરાથી બચવાનો ઉપાય મળી શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ગાજર ઉપરાંત પાલકની ભાજી, કાળાં મરી અને કેરીમાંથી પણ બીટા-કેરોટીન મળી આવે છે. બીટા કેરોટીન તેના કલરને કારણે વધારે અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનિકો ઘણા સમયથી સલાહ આપે છે કે, હાર્ટ અને કેન્સરના ખતરાને ટાળવા માટે યોગ્ય પોષણક્ષમ આહાર લેવો જોઇએ, કારણ કે, આવી બીમારીઓ મોત સુધી ઘાતક નીવડી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશિયન દ્વારા બહાર પડાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, બ્રેસ્ટ કેન્સરના વધતા પ્રભાવને કારણે સૌથી વધારે ધ્યાન આપવું જોઇએ. સંશોધનમાં જણાવાયું છે કે, બ્રિટનમાં દર વર્ષે ૫૮,૦૦૦ મહિલાઓના બ્રેસ્ટ કેન્સરના કેસો સામે આવે છે.

આંકડા એવું દર્શાવે છે કે, બ્રિટનમાં દર આઠ મહિલાઓમાંથી એક મહિલાને બ્રેસ્ટ કેન્સર હોવાની સંભાવના છે. સંશોધનકારોએ યુરોપના દેશોમાં બહોળા પ્રમાણમાં એક રિસર્ચ કર્યું હતું, જેમાં બ્રેસ્ટ કેન્સર કેવી રીતે ફેલાય છે અને તેના માટે શું કરવું જોઇએ તેનો સમાવેશ કરાયો હતો.

સંશોધનકારોએ ૧,૫૦૦ કેન્સરગ્રસ્ત મહિલા અને ૧,૫૦૦ કેન્સરમુક્ત મહિલાઓનો સમાવેશ કર્યો હતો. આ મિહલાઓનાં ખાનપાનનાં સંસાધનો સાથે તેમના લોહીના નમૂના લેવાયા હતા. સંશોધનમાં જાણવા મળ્યું કે, જે મહિલાઓ બીટા-કેરોટીનયુક્ત ખોરાક લે છે તેમને ૪૦થી ૬૦ ટકા બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટાઢી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here