આપણે ઘણીવાર ભજીયા , પકોડા, પટ્ટી મરચાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ પરંતુ દાળવડા નો પ્રોગ્રામ કરવાની માજા આવતી હોય છે આપણે દાળવડા ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો આજે અમે તમને શીખવીશું દાળવડા બનાવવાની રીત
દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી :
પાંચસો ગ્રામ ફોતરાં વળી મગની દાળ
આદુનો એક ટુકડો
બાર તેર લીલા મરચા
દસેક કળી લસણ
એક ચપટી હિંગ
એક ડુંગળી
મરચા
ખપ પૂરતું તેલ
મીઠું જરૂર પૂરતું
દાળવડા બનાવવાની રીત :
સૌ પ્રથમ જયારે દાળવડા બનાવવાના હોય તેની સાતેક કલાક પહેલા દાળને ચોખ્ખા પાણીમાં પલાળી દો
ત્યાર બાદ તેને મિક્સરમાં અધકચરી વતીનખો અને તેમાં મીઠું ઉમેરી દો
ત્યારબાદ તેમાં આદું , માર્ચ, હિંગ , અને લસણને વાટીને નાખો
ત્યારબાદ ફીણીને ગરમ તેલમાં વાળા ઉતારો
બસ ત્યારબાદ ડુંગળી કાપીને તેમાં લીંબુનાખી ડીશમાં સર્વ કરો