આ દુનિયામાં બદલી રહેલા રહન-સહન જો શુદ્ધ અને સીધી વાત માં કહીએ તો બદલી રહેલ આ બધું જોઇને ખુશી પણ થાય છે કે લોકો નવી રીતે પોતાની જિંદગી જીવી રહ્યા છે. કઈ પણ ખરાબ નથી.
આ નવી રીતે જિંદગી જીવવાનું. પરંતુ દુઃખ ત્યારે થાય છે જ્યારે નવી રીતે જિંદગી જીવવામાં લોકો પોતાના માતા-પિતાને ભૂલી જાય છે અને અલગ કરી દે છે. શા માટે?
આ સવાલ મારો નથી તે સવાલ બધા જ તે વૃદ્ધ માતા-પિતા પૂછી રહ્યા છે કે તેમની ભૂલ શું છે? જે આ વૃદ્ધાવસ્થામાં તેમને અલગ કરી દીધા છે. તેમની શું ભૂલ છે કે તેમને તેમના બાળકોને મોટા કર્યા.
બાળપણથી જ બધી સુખ-સુવિધાઓ આપી અને બધી જ વસ્તુઓ આપી. કોઈપણ વસ્તુ ની ઉણપ ના થાય એટલા માટે પોતે જ મહેનત કરીને પૈસા બચાવીને રાખ્યા જેથી બાળકોનું ભવિષ્ય માં કોઈ ઉણપ ના રહે.
લગભગ તે જ તેમની ભૂલ હતી. તે વૃદ્ધ માતા-પિતા જેમની સજા તેમને આજે આપવામાં આવી રહી છે. પોતાનું ઘર હોવા છતાં પણ વૃદ્ધાશ્રમ માં રહેવું પડે છે.
આજે અમે તમને એવો જ કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ જે છતીસગઢ થી સામે આવ્યો છે તો ચાલો જાણીએ શું હતો પૂરો કિસ્સો.
છત્તીસગઢમાં પાંચ કળિયુગ દીકરાઓએ પોતાના ૮૬ વર્ષના પિતા અને દિવ્યાંગ માં સાથે જે કર્યું તેને વાંચીને તમારી આંખો પણ ભીની થઇ જશે.
જિંદગીના પડાવો ઉપર આવીને જ્યારે આ વૃદ્ધોને સહારાની જરૂર હતી ત્યારે એક ઝૂંપડીમાં દિવસ કાઢવા ઉપર મજબુર હતા.
ઠંડી હોય કે ગરમી અથવા તો વરસાદ બધા જ મોસમ માટે પોતાના સંતાનની રાહ જોતા રહ્યા હતા કે ત્યારે તે તેમને ઝૂંપડી થી પાકા ઘર માં લઈ જાય પરંતુ દીકરા ઓનું દિલ પીગળ્યું નહિ.
હવે દેશ નો કાનૂન આ વૃદ્ધો માટે મદદગાર બન્યો હતો. દીકરાઓના હોશ ઊડી ગયા જયારે અહીં ના ચીખલી ચોકડી ના રહેવાસી હીરાલાલ શાહુ, પ્રમોદ શાહુ, ઉમાશંકર અને કીર્તન એ રાખવાની તસ્દી લીધી નહીં.
તેમણે પિતાની જમીન પર મકાન બનાવ્યું અને ત્યારબાદ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે પોલીસે પાંચેય દીકરાને ગિરફતાર કર્યા તો પગ નીચેથી જમીન હલી ગઈ છે. હીરાલાલ ની વહુ એ તેમના માટે માફી પણ માગી છે.
હીરાલાલ પોતાના જીવનનો એક મોટો હિસ્સો સરકારી પ્રેસમાં નોકરી કરતા વિતાવ્યો અને તેમણે તેવી આશા રાખી કે તે પોતાની કમાણી થી બચત કરવામાં આવેલા પૈસાથી પોતાના બાળકોનું ભવિષ્ય બનાવશે અને વૃદ્ધાવસ્થામાં તે જ બાળકો તેમ નો સહારો બનશે.
જેનાથી તેમનું જીવન સારી રીતે કપાઈ શકશે પરંતુ તેમના દીકરાઓએ તેમની વિચારધારાથી વિપરીત કામ કર્યું અને દીકરાઓએ તેમની જમીન ઉપર એક આલિશાન મકાન બનાવી લીધું.
પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થામાં માતા-પિતાનો સહારો જ સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તેમણે માતા-પિતાને ઘરમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો.
મજબૂરીથી હીરાલાલ છેલ્લા દોઢ દશક થી એક ઝૂંપડીમાં દિવસો વિતાવી રહ્યા હતા. તે દીકરાઓને વારંવાર વિનંતી કરતા રહ્યા કે તે તેમને ઘરે લઈ જાય.
આમ છતાં પણ તેમના દીકરા પોતાની દુનિયામાં મસ્ત રહ્યા અને માતા-પિતાને લગાતાર નજરઅંદાજ કરતા રહ્યા.
જ્યારે આ રીતે હીરાલાલ ઘણા જ વધુ પરેશાન થઈ ગયા ત્યારે તે ઘણા જ ઉદાસ રહેવા લાગ્યા.
ત્યારે છેલ્લે હીરાલાલ એ હિંમત ભેગી કરીને ચીખલી પોલીસ માં વરિષ્ઠ નાગરિક સુરક્ષા અધિનિયમ 2007ની ધારા 24ના અંતર્ગત તેમના દીકરાઓ તરફ કેસ દર્જ કર્યો. ત્યારબાદ પોલીસે ચારેય દીકરાઓને ગિરફ્તાર કરી લીધા.
ત્યાંથી ભોપાલ નિવાસી દીકરા સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ હાલમાં તેમના દીકરાઓને જમાનત મળી ચૂકી છે. પરંતુ તેમના સ્વભાવ માં બદલાવ પણ આવ્યો છે.
જ્યારે તે પહેલાં માતા-પિતાનું ધ્યાન પણ રાખતા ન હતા અને હવે તે પોતાના માતા પિતાને ઘરે લઈ જવાની વાત પણ કરી રહ્યા છે.
તમને જાણીને હેરાની થશે કે જે દીકરાઓએ પોતાના વૃદ્ધ માતા-પિતા ની સાથે આવું શર્મનાક કાંડ કર્યું તે કોઈ અભણ અથવા તો આર્થિક રૂપથી કમજોર નથી.
પરંતુ હીરાલાલ નો સૌથી મોટો દીકરો સુમરન સરકારી પ્રેસમાં નોકરી કરતો હતો. જે હવે સેવા નિવૃત થઇ ચૂક્યો છે અને બીજા દીકરા સંસ્થાનોમાં નોકરી કરે છે.
પરિવાર આર્થિક રૂપથી સક્ષમ છે છતાં પણ વૃદ્ધ માતા-પિતાની દેખરેખ રાખતા ન હતા. ત્યાં જ અપેક્ષા અને તકલીફમાં જિંદગીના દિવસો ગુજારી રહેલાં હીરાલાલ એ જ્યારે કેરળમાં ભીષણ પૂરની ખબર વાંચી તો પોતાની બચતના ૭૦ હજાર રૂપિયા પ્રશાસનને દાન કરી દીધા હતા.
એવું કહેવામાં આવી છે કે હીરાલાલ નો પરિવાર આર્થિક રૂપથી સક્ષમ છે. છતાં પણ પોતાના ઈશ્વર સમાન માતા પિતા ની સાર સંભાળ કરવામાં પુરી રીતે અસક્ષમ છે. જે ખૂબ જ શર્મનાક છે.
ત્યાં જ આ કિસ્સા પર પ્રશાસનને કહ્યું કે વૃદ્ધોને તેમનો કાનૂની હક મળવો જોઈએ અને મળશે. અધિકારીઓએ આવી ઘટના ઉપર ચિંતા જતાવી છે સાથે જ નવજવાનો ને સલાહ પણ આપી છે કે માતા-પિતા આપણી મોટી સંપત્તિ છે તેનું સન્માન કરો.