દીપિકા પાદુકોણનાં સિતારા હાલ ગગન ચુમ્બી રહ્યાં છે. સતત હિટ થઇ રહેલી ફિલ્મ હોય કે પછી હોલિવૂડમાં એન્ટ્રી દીપિકાનાં જીવનમાં બધુ જ મસ્ત ચાલી રહ્યું છે. જો કે દીપિકા વિશે નવી માહિતી એ છે કે જાહેરાતનાં ત્રણ દિવસનાં શુટિંગ માટે તેને 8 કરોડનું એક જાહેરાત મળી છે.
જો કે દીપિકાની ટીમ આ જાહેરાતનાં ત્રણ દિવસનાં શુટિંગ માટે આયોજકો સાથે વાત કરી રહી છે. જો વાત બની ગઇ તો દીપિકાની બ્રાન્ડ વેલ્યૂ શાહરૂખ, આમિર, વિરાટ કોહલી અને ધોની જેટલી થઇ જશે. માત્ર ત્રણ દિવસનાં શુટિંગ માટે 8 કરોડ રૂપિયા ફી આશ્ચર્યની વાત છે.
ગત વર્ષે દીપિકાની ત્રણ ફિલ્મો ‘પીકૂ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘તમાશા’ હીટ રહી હતી. જો કે અત્યાર સુધી આ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવુ લાગે છે કે દીપિકા આ એન્ડોસમેન્ટને મેળવવામાં સફળ થઇ જશે.
દીપિકાના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહે ‘બાજીરાવ મસ્તાની’ પછી લાઇવ શોની ફી વધારી દીધી હતી. આટલું જ નહી સમાચાર તો એવા પણ છે કે રણવીર લાઇવ પરફોર્મન્સ માટે શાહરૂખની બરાબર જ રૂપિયા લે છે. તમને જણાવી દઇએ કે દીપિકા ‘XXX-ધ જેન્ડર કેઝ’ ફિલ્મ દ્વારા હોલિવૂડમાં પ્રવેશ કરવા જઇ રહી છે.