શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મી ધનની દેવી છે. તેમની પૂજાથી ઘરમાં ધન-ધાન્ય, વૈભવ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો પર મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ રહે છે તેમનું જીવન સુખમય બની જાય છે. શુક્રવારના દિવસે મા લક્ષ્મીજીની પૂજાની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઇએ.

લક્ષ્મીને પુષ્પ અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઇએ. મા લક્ષ્મીની પૂજામાં ગુલાબી રંગના ફૂલોનો ઉપયોગ કરવું શુભ માનવામાં આવે છે.

ભોગ લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તમે ઇચ્છાનુસાર મા લક્ષ્મીને સાત્વિક ભોજનનો ભોગ લગાવી શકો છો. ભોગમાં થોડુક સ્વીટ પણ સામેલ કરો. જો શક્ય હોય તો મા ને ખીરનો ભોગ પણ ચઢાઓ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દેવી અષ્ટ લક્ષ્મીજીની પ્રતિમાને પણ ગુલાબી રંગ પર રાખવું જોઇએ. આ સાથે જ માની પ્રતિમા સાથે શ્રીયંત્ર પણ ચોક્કસથી રાખવું જોઇએ. પૂજાની થાળીમાં ગાયનાં ઘીના 8 દીવા પણ પ્રગટાવવા અને ગુલાબના સુગંધવાળી ધૂપબત્તી પ્રગટાવો અને મા લક્ષ્મીને માવાની બરફીનો ભોગ ચઢાઓ.

પૂજામાં રાખવામાં આવેલા 8 દીવડાને ઘરની આઠ દિશાઓમાં રાખી દો. ત્યારે કમળના ફૂલોની માળાને તિજોરીમાં રાખી દો. પૂજામાં અજાણતા થયેલી ભૂલની ક્ષમા માંગો અને માતા સમક્ષ વિનંતી કરો કે તેઓ તમારી ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન તેમજ ઐશ્વર્યની વૃદ્ધિ કરો.

મા લક્ષ્મીજીની પૂજા સમયે શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીની પ્રતિમા પર અષ્ટ ગંધથી જ તિલક કરવું જોઇએ. ત્યાર બાદ કમળની માળાથી ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा। મંત્રનો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે 108 વાર જાપ કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here